Site icon Revoi.in

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિક સુવિધા કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાતા 200 યાત્રિકોએ લાભ લીધો

Social Share

વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ દાદાના દર્શન માટે અનેક ભાવિકો આવી રહ્યા છે. અને શ્રાવણ મહિનામાં મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. દાદાના દર્શને આવતા યાત્રિકોને સુવિધાઓ મળી રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન રવિવારે યાત્રિકો માટે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. યાત્રિકો અને સ્થાનિકોને સ્વાસ્થય સેવાઓનો નિશુલ્ક લાભ મળે તેના માટે ટ્રસ્ટ  દ્વારા સમયાંતરે આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે. રવિવારે સોમનાથ ટ્રસ્ટ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટના  સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા કેન્દ્ર  ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા,  મુકુંદભાઈ પુરોહિત, ગોકુલ હોસ્પિટલના વાઇસ પ્રેસીડેન્ટ  ઉર્મિશ વૈષ્ણવ તેમજ કેમ્પમાં જોડાયેલી આરોગ્ય સંસ્થાઓના તબીબો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સર્વરોગ નિદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ આરોગ્ય કેમ્પમાં ન્યુરો અને સ્પાઇન સર્જન, ફિઝિશિયન અને ગંભીર રોગોના નિષ્ણાત,જનરલ તથા ટ્રોમા સર્જન,ઇ.એન.ટી.સર્જન,,કાર્ડિયોલોજીસ્ટ,સ્કીનસ્પેશિયાલિસ્ટ,સાયકયાટ્રીસ્ટ,મો તથા જડબાના સર્જન, ઓથો અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન,ફીઝીયોથેરાપીસ્ટ, બાળરોગ નિષ્ણાત  સહિતના નિષ્ણાત તબીબો દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક તેમજ બહારથી આવનાર શ્રદ્ધાળુઓએ પણ લાભ લીધો હતો.   કેમ્પના અંતે લોકો માટે સેવા આપનાર તબીબોનું  સોમનાથ ટ્રસ્ટના  જનરલ મેનેજર  દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું.