Site icon Revoi.in

સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની 20મી વરસીઃ શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલી

Social Share

દિલ્હીઃ ભારતની સંસદ સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 20મી વરસી છે. આ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવન પરિસરમાં શહીદોના ફોટાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સંસદની સુરક્ષામાં તૈનાત 9 જવાનો શહીદ થયાં હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસદ ભવનમાં વિશેષ આયોજન કરાયું હતું જ્યાં આતંકી હુમલામાં પોતાના પ્રાણોની આહુતી આપનાર શહીદ જવાનોના ફોટાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના સાંસદ સભ્યો અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વર્ષ 2001માં આજનાં જ દિવસે દેશનાં લોકતંત્રના મંદિર સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો..પાકિસ્તાનનાં આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મહંમદ આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.. આ હુમલામાં 5 આતંકવાદી સંસદમાં ધુસ્યા હતા પરંતુ સુરક્ષાકર્મીઓએ એક એક કરીને પાંચેય આતંકીઓને ઠાર કર્યા હતા..અંદાજે 45 મીનીટ સુધી સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ ચાલ્યું હતું..આ હુમલામાં સુરક્ષાકર્મી સહિત 9 લોકો શહીદ થયા હતા. આ હુમલાના આરોપી આતંકવાદી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપવામાં આવી હતી. ભારતના સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પડઘા પડ્યાં હતા. રાજકીય આગેવનાએ સોશિયલ મીડિયા મારફતે સંસદ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.