- જહાંગીરપુરી હિંસાના આરોપીઓ કસ્ટડીમાંમ
- અત્યાસ સુધી 21 લોકોની થઈ ધરપકડ
- આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં હનુમાન જયંતિના દિવસે નીકળેલી શોભાયાત્પા પર અસામાજીક તત્વો દ્રારા હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યાર બાદ ગૃહમંત્રી શાહે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને દિલ્હીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો ત્યારે હવે આ ઘટનામાં અત્યાર સુધી 2 લોકોની ઘરપકડ કરવામાં આવી ચૂકી છે.
દિલ્હી શોભાયાત્રા પર થયેલ હુમલાની હિંસામાં રોહિણી કોર્ટે મુખ્ય આરોપી અંસાર અને અસલમને સોમવાર સુધી કસ્ટડીમાં ઘકેલ્યો છે. બીજી તરફ હિંસામાં સંડોવાયેલા કેચલાક અન્ય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ હિંસા બાદ તંત્રની કાર્યવાગી કડક બની હતી તાબડતોડ પોલીસે હિંસાના આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
આ ઘટનાને પલગે દિલ્હી પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.આ ફૂટજના આઘારે ઓરોપીઓને શોધી રહી છે આ સાથે જ દિલ્હી પોલીસ હિંસાવાળી જગ્યાએથી પુરાવા એકઠા કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે 15 તારીખે જ અંસાર અને અસલમને ખબર પડી ગઈ હતી કે એક શોભાયાત્રા નિકળવાની છે. ત્યારબાદ આ લોકોએ ષડયંત્ર રચ્યું હતુંઆ પ્લાનિંગથી કરવામાં આવોલો હુમલો હતો જો કે અસ્લમ હાલ પોલીસ કસ્ટડીમાં છે..
હનુમાન જયમતિના પર્વ પર દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસામાં દિલ્હી પોલીસે અત્યાર સુધી કુલ 21 સગીરોની ઘરપકડ કરી છે આ સાથે જ કેટલાક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છએ અને હવે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાયો છે,આગળની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્રારા હાથ ઘરવામાં આવશે,ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે ગૃહમંત્રીએ ઝડપી તપાસના આદેશ આપ્યા હતા આ સાથએ જ આરોપીઓ સામે કાર્યવાહી કરવા 10 ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું .