આંદામાન-નિકોબારના 21 અનામી ટાપુઓને મળી નવી ઓળખ, પરમવીરચક્ર વિજેતા જવાનોના નામ અપાયા
નવી દિલ્હીઃ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 ટાપુઓ હવે અનામી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓના નામ આ ટાયુઓને આપીને નવી ઓળખ આપી છે. આ સાથે તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ પર બનેલ સ્મારકનું પણ અનાવરણ કર્યું હતું. વર્ષ 2018 માં, રોસ ટાપુઓનું નામ નેતાજીના નામ પર રાખવામાં આવ્યું હતું.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરનારા સુચના અનુસાર, સૌથી મોટા અનામી ટાપુનું નામ પ્રથમ પરમવીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે, બીજા સૌથી મોટા અનામી ટાપુનું નામ બીજા પરમવીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે. સરકારે કહ્યું હતું કે તે વીરોને સાચી શ્રદ્ધાંજલિ હશે. PMO અનુસાર, મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન (તત્કાલીન લાન્સ નાઈક) કરમ સિંહ, M.M., સેકન્ડ લેફ્ટનન્ટ રામ રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન જી.એસ. સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ (તત્કાલીન મેજર) ધનસિંહ થાપા, સુબેદાર જોગીન્દર સિંઘ, મેજર શૈતાન સિંઘ, CQMH. આ ટાપુઓનું નામ અબ્દુલ હમીદ, લેફ્ટનન્ટ કર્નલ અરદેશિર બુર્જોરજી તારાપોર, લાન્સ નાઈક આલ્બર્ટ એક્કાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત યાદીમાં મેજર હોશિયાર સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર (તત્કાલીન રાઈફલમેન) સંજય કુમાર અને સુબેદાર મેજર નિવૃત્ત (માનદ કેપ્ટન) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવના નામનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું, ‘આખી દુનિયામાં કોઈ પણ દેશે તેમના ટાપુઓનું નામ પોતાના સૈનિકો નામથી રાખીને તેમનું સન્માન કરવાનું કામ હાથ ધર્યું નથી. આજે 21 ટાપુઓના નામ નથી અપાયા, પરંતુ 21 વીરોની બહાદુરીને સલામ કરીને 21 દીવા પ્રગટાવવાનું કામ વડાપ્રધાને કર્યું છે.