પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું.
બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું કે એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાંથી આઠ આરોપી કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “જિલ્લાના દેલોલ ગામમાં બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 લોકોની રમખાણો અને હત્યામાં પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગોઘરા રેલવે સ્ટેશન પાસે ધર્મ ઝૂનૂની ટોળાએ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર હુમલો કર્યો હતો. જેમાં 55થી વધારે રામ ભક્તોના મોત થયાં હતા. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યાં હતા. તેમજ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતા.