2024ની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં 22 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું
નવી દિલ્હીઃ TIMEની 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં દેશની ઘણી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં વિશ્વભરની 1000 કંપનીઓનો સમાવેશ થાય છે અને આમાંથી 22 કંપનીઓ ભારતીય છે. આ યાદીમાં ટોચની ભારતીય કંપનીઓમાં HCLTech અગ્રણી છે અને કંપની આ યાદીમાં 112મા ક્રમે છે. દરમિયાન ઈન્ફોસિસ 119માં અને વિપ્રો 134માં ક્રમે છે. યાદીમાં અન્ય કંપનીઓ મહિન્દ્રા ગ્રૂપ 187મા સ્થાને, લાર્સન એન્ડ ટુબ્રો 549મા સ્થાને, ITC લિમિટેડ 586મા સ્થાને અને હીરો મોટોકોર્પ 597મા સ્થાને છે.
બેન્કિંગ સેક્ટરમાં એક્સિસ બેન્ક 504માં સ્થાને છે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 518માં સ્થાને છે. ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક અનુક્રમે 525મા અને 551મા ક્રમે છે. આ સાથે અદાણી ગ્રૂપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ અનુક્રમે 736 અને 646માં સ્થાને છે. અહીં તમામ ભારતીય કંપનીઓ અને તેમની રેન્કિંગની સંપૂર્ણ સૂચિ છે
Indian Companies Rank
HCLTech 112
Infosys 119
Wipro 134
Mahindra Group 187
Axis Bank 504
State Bank of India 518
ICICI Bank 525
Larsen & Toubro 549
Kotak Mahindra Bank 551
ITC Limited 586
Hero MotoCorp 597
Reliance Industries 646
Motherson Group 697
Adani Group 736
NTPC Limited 752
Yes Bank 783
Bank of Baroda 850
Godrej & Boyce 921
Bajaj Group 952
Cipla 957
Bharat Electronics Limited 987