Site icon Revoi.in

ભારતની બે મોટી પરીયોજનાઓમાં જાપાન આપશે 2,288 કરોડથી  કરોડની લોન

Social Share

દિલ્હીઃ- ભારત વિદેશ સાથે સારા સંબંધો ઘરાવે છે જેને લઈને અનેક દેશ ભારતમાં રોકાણ કરી રહ્યું છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી આ  શક્ય બન્યું છે ત્યારે હવે જાપાન ભારતને કરોડોની લોન આપવા જઈ રહ્યું છે.મહારાષ્ટ્રમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ અને મિઝોરમમાં સુપર-સ્પેશિયાલિટી કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર માટે જાપાન ભારતને  2,288 કરોડ રુપિયાની લોન આપશે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને જાપાન વચ્ચે 1958થી દ્વિપક્ષીય વિકાસ સહયોગનો લાંબો ઈતિહાસ છે. મિઝોરમમાં કેન્દ્રનો હેતુ કેન્સરની રોકથામ, શોધ અને સારવાર તેમજ માનવ સંસાધન વિકાસનો છે

વિતેલા દિવસને સોમવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાપાને મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે JPY 30.755 બિલિયન આશરે 1 હજાર 728 કરોડ રુપિયા અને મિઝોરમમાં કેન્દ્રને વિકસાવવા માટે JPY 9.918 બિલિયન આશરે 560 કરોડ રુપિયા મંજૂર કર્યા છે.

આ યોજનાથી શહેરને થશે ફાયદો

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુંબઈને નવી મુંબઈ સાથે જોડીને મેટ્રોપોલિટન પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાનો છે, જેનાથી ટ્રાફિક જામ ઘટશે અને પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળશે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ પ્રોજેક્ટ માટે લોનનો આ ત્રીજો હપ્તો છે.આ સાથે જ મિઝોરમમાં કેન્દ્રના પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ, શોધ અને સારવાર તેમજ માનવ સંસાધન વિકાસ અને સંશોધનની ઍક્સેસને સુધારવાનો છે, જેનાથી કેન્સર નિયંત્રણ પ્રણાલીને ટેકો મળશે.