અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર લોકડાઉન લાદવાની નોબત આવી છે. લોકોની ભીડભાડ થતી હોય ત્યાં સંક્રમણની દહેશત વધારે રહે છે. આથી હવે મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ માટે મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના 23 મંદિરો અનિશ્વિત મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સંપ્રદાયના અન્ય મંદિરો પણ બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના યાત્રાધામોમાં પણ એકત્ર થતી ભીડ સામે સાવચેત રહેવાની સરકારે સુચના આપી દીધી છે. ઘણાબધા મંદિરોમાં ભક્તજનોને માસ્ક વિના પ્રવેશ આપવામાં આવતો નથી. મંદિરોમાં સેનેટાઈઝની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતાં સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે. તેવામાં સ્વામિનારાયણ સંપ્રદાયે પણ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોનાની સ્થિતિને જોતા સંપ્રદાયના 23 મંદિરો અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે. સાથે જ ભક્તોને ઘરેથી જ ભક્તિ કરવા અપીલ કરવામાં આવી છે. અન્ય સંપ્રદાયના મંદિરો પણ કોરોનાની સ્થિતિ અંકુશમાં ન આવે ત્યા સુધી બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે. ધૂળેટીના દિવસે પણ ડાકોર સહિતના મંદિરોમાં ભક્તજનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી હતી. ખાસ કરીને શનિ-રવિની રજાઓમાં યાત્રાધામોના મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આથી સરકારે કોરનાની ગાઈડલાઈનનો સખતથી અમલ કરવાની સુચના પવામાં આવી છે.