Site icon Revoi.in

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં 24 મોત, 250થી વધુ લોકો નીચે દટાયાની આશંકા

Social Share

બેંગ્લોરઃ કેરળમાં ભારે વરસાદને કારણે  વાયનાડ જિલ્લાના મેપ્પાડીના પહાડી વિસ્તારમા ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. ..જેમાં 250 થી વધુ લોકોના ફસાયા હોવાની સંભાવના છે. તો કાટમાળમાંથી હાલ 24 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF ની ટીમો દ્વારા રાહત  અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે. હવામાન વિભાગે કેરળના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં સંખ્યાબંધ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, મળતી માહિતી મુજબ મંગળવારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલનને કારણે 250થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં 24 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.

ભૂસ્ખલનથી ઘાયલ અનેક લોકોને વાયનાડના મેપ્પડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું હતું. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી રવાના કરાયા છે.