મુંબઈઃ મહારાષ્ટ્રના નાંદેજની સરકારી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આ ઘટનામાં છેલ્લા 24 કલાકમાં 12 નવજાત શિશુઓ સહિત 24 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના ડીને આ માટે દવાઓ અને હોસ્પિટલ સ્ટાફની અછતને જવાબદાર માનવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ડાયરેક્ટર ડૉ. દિલીપ મહૈસેકરે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજીનગરજિલ્લાની ત્રણ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે જે મંગળવારે બપોરે 1 વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરશે. આ સાથે કહેવામાં આવ્યું છે કે આજે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હું વ્યક્તિગત રીતે હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યો છું. કર્મચારીઓની બદલીના કારણે મુશ્કેલી પડી હોસ્પિટલના ડીને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં થયેલા 24 મૃત્યુમાંથી 12 પુખ્ત વયના લોકો વિવિધ રોગોના કારણે મૃત્યુ પામ્યા છે.
જાણાકીર પ્રમાણે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુમાં છ છોકરાઓ અને છ બાળકીઓ સહિત 12 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. કર્મચારીઓની બદલીને કારણે અમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દવાઓનો અભાવ પણ એક મોટું કારણ છે
આ સાથએ જ એમ કહેવામાં આવ્યું છે કે 70 થી 80 કિલોમીટરની ત્રિજ્યામાં આ એકમાત્ર કેન્દ્ર છે. તેથી જ અમારી પાસે દૂર દૂરથી દર્દીઓ આવે છે. થોડા દિવસોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે બજેટ સહિત અનેક સમસ્યાઓ સર્જાય છે.
હોસ્પિટલની સ્થિતિ હાલ એવી છે કે બે ઓછા છે અને દર્દીઓની સંખ્યા વઘુ છે આ દર્દીઓમાં અનેક પ્રકારની સારવાર લઈ રહેલા તથા સાપ કરડનાર દર્દીઓનો પણ સમાવેશ થાય છે.વિપક્ષે કહ્યું કે હોસ્પિટલમાં 500 બેડ છે, પરંતુ હાલમાં લગભગ 1,200 દર્દીઓ દાખલ છે.આ સાથએ જ ખાનગી ડૉક્ટરોની મદદ લેવા પણ વિનંતી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રની આ ઘટચનાને લઈને વિરોઘ પક્ષ સતત બહીજેપી પર નિશાન સાઘતો જોવા મળ્યો છે તો કંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ ઘટનાને લઈને દુખ પણ વ્યકર્ત કર્યું હતું તો બીજી તરફદરમિયાન કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે વિવિધ રોગો ના કારણે 24 લોકોના મૃત્યુ દુઃખદ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું ડીનને મળ્યો છું. સ્થિતિ ચિંતાજનક અને ગંભીર છે.