Site icon Revoi.in

ધો-12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું 24 ટકા પરિણામ જાહેર

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં એકાદ બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ આ પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધો-12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું 23.86 ટકા પરિણામ જાહેર થયું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યિમક શિક્ષણ બોર્ડ દ્વારા HSCની જુલાઇમાં વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવાઇ હતી. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જુલાઇ માસમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 23.86 ટકા જાહેર થયું છે. આ પરીક્ષામાં રાજ્યના જીલ્લા મથકો ઉપર લેવાયેલી પરીક્ષામાં 13,754 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 11,967 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2855 પાસ થયા હતા. આગામી દિવસોમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. આજે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહનું મે મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. લગભગ 73.27 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં હતા. જ્યારે એકાદ વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી માર્ચ મહિનામાં ધો-12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.