રાજકોટ મ્યુનિને 25 ઈલેક્ટ્રીક અને 10 સીએનજી બસ ફાળવાતા થોડા દિવસમાં સંચાલનમાં મુકાશે
રાજકોટઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનને સરકાર દ્વારા 25 ઈલેક્ટ્રિક બસ તેમજ 10 સીએનજી બસ ફાળવવામાં આવી છે. નવી ફાળવાયેલી બસોને આરટીઓમાં પાસિંગ તેમજ ઈલે, બસો માટે ચાર્જિંગની વ્યવસ્થા ઊભી કરાયા બાદ આગામી દિવસોમાં વિવિધ રૂટ્સ પર બસો દોડાવવામાં આવશે. તેમજ હાલ ડીઝલ સંચાલિત જે જુની બસો છે.અને કિલોમીટર પુરા થઈ ગયા છે. એવી બસોને રદ કરવામાં આવશે.
આરએમસીના ટ્રાન્સપોર્ટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ સરકાર દ્વારા મ્યુનિને 25 ઇલેક્ટ્રિક તેમજ 10 સીએનજી બસ ફાળવવામાં આવી છે. તમામ નવી બસોનો કબજો મળી ગયો છે. અને તેના પાસિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જૂની ખખડધજ બસોના સ્થાને નવી વાતાનુકુલિત બસો દોડશે. હાલમાં મ્યુનિ.ની રાજપથ કંપની પાસે 35 બસો આવી ગઈ છે. જેના પાસિંગ અને ચાર્જિંગ માટે સુવિધા ઉભી કરવા કવાયતો ચાલી રહી છે.
આરએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.એ 25 ઈલેટ્રીક અને 10 ,સીએનજી બસનો કબજો નેળવી લીધો છે. તેના પાસિંગ અને રજીસ્ટ્રેશનની વિધી ચાલી રહી છે. ટૂંક સમયમાં આ બધી બસો સિટીબસ સેવામાં કાર્યરત કરી દેવાશે. આ બસો જેમ-જેમ સેવામાં આવતી જશે તેમ જૂની બસો સેવામાંથી દૂર કરતા જઈશું. હાલ 40થી વધુ રૂટ પર સિટી બસ સેવા કાર્યરત છે. દરરોજ 20 હજારથી વધુ લોકો સિટીબસ સેવાનો લાભ લઈ રહ્યા છે. નેટવર્ક અને વાહનો સુધરતા થયા બાદ આ સંખ્યામાં વધારો થશે. આગામી દિવસોમાં હજુપણ 10 જેટલી નવી બસો આવવાની છે ત્યારે આચારસંહિતા પૂર્ણ થયા બાદ આગામી માસથી નવી બસો દોડતી થાય તેવી શકયતા છે.