અમદાવાદઃ UPSC ફાઇનલનું પરિણામ જાહેર થતાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. UPSCની સપ્ટેમ્બર મહિનામાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે UPSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. એમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવાર પાસ થયા છે. આમ કૂલ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવાર UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે. આમ, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 25 ઉમેદવાર પાસ થયા છે. 25 ગુજરાતી ઉમેદવારોમાં 5 યુવતીઓનો સમાવેશ થાય છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનીષ ગોહિલ, ઘાંચી ગઝાલા અને મીણા માનસીનો સમાવેશ થાય છે. એમાં પણ કંચન ગોહિલ તો ખેડૂતની દીકરી છે.
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ 16 એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. UPSC એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર પરિણામની જાહેરાત કરી છે. ફાઈનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જનરલ કેટેગરીમાં 347 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે EWSના 115 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે. આ 25 ગુજરાતીઓમાં 5 યુવતીઓનો સમાવેશ થાય છે. આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કર્યું છે. અનિમેષ પ્રધાન બીજા સ્થાને છે જ્યારે દોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર પીકે સિદ્ધાર્થ રામકુમાર અને પાંચમું સ્થાન રુહાનીએ મેળવ્યું હતું. સત્તાવાર વેબસાઇટ પર મળેલી માહિતી અનુસાર કુલ 1016 ઉમેદવારોની ફાઈનલ પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 347 જનરલ કેટેગરીના, 115 EWS, 303 OBC, 165 SC અને 86 ST છે.
UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મે-2023ના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં આપી હતી. ત્યારબાદ મેન્સનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A અને Bમાં નિમણૂક માટે લેખિત પરીક્ષા અને વ્યક્તિત્વ પરીક્ષણના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી છે તેમની UPSC દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં 1,105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી દ્વારા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ અને પોસ્ટ્સ પર નિમણૂકો કરવામાં આવશે.