દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદ 9ના મુરાદાનગર વિસ્તારમાં એક સ્મશાનગૃહની છૂટ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. છતના કાટમાળ નીચે દબાઈ જવાથી 25 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે લગભગ 17 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ આરંભી 3 આરોપીઓને ઝડપી લીધા છે. એક વ્યક્તિઓના અંતિમ સંસ્કાર કરવા લોકો આવ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મુરાદાગર વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહ ખાતે એક દુ:ખદ અકસ્માત થયો હતો. સ્મશાનગૃહમાં એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા. દરમિયાન અચાનક છત ધરાશાયી થઈ હતી. જ્યારે છત તૂટી ત્યારે ઘણા લોકો મકાનની નીચે ઉભા હતા. આ છત તાજેતરમાં બનાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભી હતી.
આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 25 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 17 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવમાં પોલીસે નગર પાલિકા પરિષદના નિહારિકા સિંહ, જે.ઈ.ચંદ્રપાલ અને સુપરવાઈઝરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર હજુ ફરાર છે. પોલીસે તેને પણ ઝડપી લેવા માટે કવાયત આરંભી છે. પોલીસની પકડમાં આવ્યો નથી, તે ફરાર છે.
ગાઝિયાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ અજયશંકર પાંડેના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 17 લોકો ઘાયલ થયાં હતાં. જે પૈકી 18 વ્યક્તિઓની ઓળખ થઈ હતી. અંતિમ સંસ્કારમાં આવેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ આશ્રય ફક્ત એક મહિના કે બે મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો. તે પહેલા વરસાદ બાદ જ તૂટી પડ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “ઉત્તર પ્રદેશના મુરાદનગરમાં કમનસીબ દુર્ઘટનાના સમાચારથી ખૂબ જ દુ:ખ થયું. યોગી સરકારે મૃતકોને બે-બે લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.