Site icon Revoi.in

આઝાદીની 75મી વર્ષગાંઠ પર દિલ્હીમાં 25 લાખ તિરંગા વહેંચાશે,CM કેજરીવાલની જાહેરાત

Social Share

 દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે,આ વખતે આઝાદીની 75મી વર્ષગાંઠ પર આપણે બધા સાથે મળીને ત્રિરંગો ફરકાવીશું.સાથે તેઓ રાષ્ટ્રગીત પણ ગાશે. દરેક હાથમાં ત્રિરંગો હશે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે,આજે હું લોકોને અપીલ કરવા માંગુ છું કે,14 ઓગસ્ટે સાંજે 5 વાગે દરેક ભારતીયે હાથમાં ત્રિરંગો લઈને રાષ્ટ્રગીત ગાવું જોઈએ.દિલ્હી સરકાર 25 લાખ ત્રિરંગાનું વિતરણ કરશે.સરકારી શાળાઓમાં બાળકોને ત્રિરંગો આપવામાં આવશે.દિલ્હીના ખૂણે ખૂણે ત્રિરંગો વહેંચવામાં આવશે

અરવિંદ કેજરીવાલે કહ્યું કે,આઝાદીની પૂર્વ સંધ્યાએ તમામ ભારતીયોએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાવાનું છે.સંકલ્પ લો કે દેશને નંબર વન બનાવવો છે.દરેક દેશવાસીએ દરેક મહિલાને સારું શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા આપવી પડશે.જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી ભારત વિશ્વનો નંબર વન દેશ બની શકશે નહીં.14 ઓગસ્ટે હું મારા હાથમાં ત્રિરંગા સાથે રાષ્ટ્રગીત પણ ગાઈશ.130 કરોડ ભારતીયોએ મળીને દેશને નંબર વન બનાવવાનો છે.

અરવિંદ કેજરીવાલે દેશ અને દિલ્હીના લોકોને 14 ઓગસ્ટની સાંજે ત્રિરંગા સાથે રાષ્ટ્રગીત ગાવા વિનંતી કરી હતી.કેજરીવાલે કહ્યું કે દરેક વ્યક્તિ આઝાદીના 75 વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરી રહી છે.આજે હું તમને બધાને એક અપીલ પણ કરવા માંગુ છું કે 14મીએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દરેક ભારતીયે સાંજે પાંચ વાગ્યે હાથમાં ત્રિરંગા સાથે રાષ્ટ્રગીત ગાવું જોઈએ