- દેશના 25 ટકા લોકો કોરોનાનો શિકાર થયા
- કોરોનાના કેસ મામલે આસીએમઆરનો સીરો સર્વે
દિલ્હીઃ-વિતેલા વર્ષની શરુઆતથી દેશમાં કોરોનાના કહેર વર્તાઈ રહ્યો હતો, કોરોનાના કહેરમાં દેશના કરોડો લોકો આવી ચૂક્યા છે, કરોડો લોકો કોરોનાનો શિકાર બન્યા છે ત્યારે આ મામલે આઈસીએમઆરે એક સર્વે હાઝ ધર્યો છે.
આઈસીએમઆર દ્રારા જારી કરવામાં આવેલા સીરો સર્વેમાં દેશના કેટલા કરો઼ડ લોકો કોરોનાનો શિકાર થયા તે બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે, આ રિપોર્ટ પ્રમાણે ભારત દેશની કુલ વસ્તીના 25 ટકા લોકો એટેલે કે અંદાજે 30 કરોડ ભારતીયો કોરોના વાયરસનો શિકાર બની ચૂક્યા છે. આ સર્વેમા દર 4 વ્યક્તિઓમાંથી 1 દેશનો નાગરિક કોરોનાગ્રસ્ત હોવાનું જણાવાયું છે.
આ રિપોર્ટ આઈસીએમઆર દ્રારા ત્રીજી વખત સર્વે કરવામાં આવ્યો છે, ICMRએ આ ત્રીજો સીરો સર્વે પૂરો કર્યો છે. તાજેતરમાં ડિસેમ્બર મહિનામાં તેની શરુઆત થઈ હતી, આ સમગ્ર ટેસ્ટિંગનો હેતુ એન્ટીબોડિઝ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાનો છે
આ કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, દેશના કેટલાક શહેરોમાં હર્ડ ઈમ્યુનિટીના કારણે કેસ વધતા જઈ રહ્યા છે જો કે, રોજ આવતા કેસની સરખામણીએ આ સંખ્યા ઓછી જોવા મળે છે.
ICMRના સર્વેની જાણકારી જારી કરવામાં નથી આવી પરંતુ મળતી માહિતી પ્રમાણે જો વાત કરીએ તો સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 30 કરોડ છે. જ્યારે આંકડા કહે છે કે દેશમાં અત્યાર સુધી ફક્ત 1 કરોડ 7 લાખ કેસ જોવા મળી આવ્યા છે. મળતી માહિતિ અનુસાર દેશના કેટલાક શહેરો હર્ડ ઈમ્યુનિટીમાં મોખરે રહ્યા છે
સાહિન-