Site icon Revoi.in

સીમા પુનિયા સહિત 25 ખેલાડીઓનું અર્જુન પુરસ્કારથી સન્માન કરાશે

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. તેમજ વિવિધ રમતમાં ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સારુ પર્દશન કરી રહ્યાં છે. દરમિયાન રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર-2022ની ઘોષણા થઇ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 નવેમ્બરે  પુરસ્કાર પ્રદાન કરશે. રમતગમતમાં ઉત્કૃષ્ટતા ઓળખવા માટે અને પુરસ્કૃત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર આપવામાં આવે છે.

રમત ગમતમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ 25 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરાશે. સીમા પુનિયા, લક્ષ્ય સેન, એચ.એસ.પ્રણોય, નિખત જરીન, આર. પ્રજ્ઞાનંદ, દીપ ગ્રેસ એક્કા, સુશીલાદેવી તેમજ  એલાવેનિસ વસીરિવન, શ્રીજા અઠુલા, વિકાસ ઠાકુર અને અંશુને પણ અર્જુન પુરસ્કાર મળશે. ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરણ કમલને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રમતગમતમાં ઉત્કૃષ્ટતા ઓળખવા માટે અને પુરસ્કૃત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર આપવામાં આવે છે.

છેલ્લા ચાર વર્ષમાં કોઈ રમતવીર દ્વારા રમતગમત ક્ષેત્રે શાનદાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં ‘રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નેતૃત્ત્વ, રમત ગમતની ભાવના અને અનુશાસન જેવી ખૂબીઓ દર્શાવવા માટે અર્જુન પુરસ્કાર’ આપવામાં આવે છે. રમતગમતમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કાર્ય કરનાર તથા આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સક્ષમ બનાવનાર કોચને આપવામાં આવે છે. જે રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી રમતગમત ક્ષેત્રે યોગદાન આપ્યું છે અને સેવાનિવૃત્તિ બાદ રમતગમતના આયોજનને પ્રોત્સાહન આપવા માટે યોગદાન આપે છે, તેમને આ પુરસ્કાર આપવામાં આવે છે.

રમતને પ્રોત્સાહન આપવા અન તેના વિકાસમાં પ્રત્યક્ષ ભૂમિકા નિભાવવા બદલ ખાનગી અને જાહેર ક્ષેત્રે કામ કરતી કોર્પોરેટ સંસ્થા, રમતગમત નિયંત્રણ બોર્ડ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર રમતગમત એકમ સહિત બિનસરકારી સંગઠનને આ પુરસ્કાર આપવામાં આવે છે. ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર યુનિવર્સિટીને મૌલાના અબ્દુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી આપવામાં આવે છે.