1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત હાઈકોર્ટેની ટકોર બાદ અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા 258 એકમો સીલ
ગુજરાત હાઈકોર્ટેની ટકોર બાદ અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા 258 એકમો સીલ

ગુજરાત હાઈકોર્ટેની ટકોર બાદ અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા 258 એકમો સીલ

0
Social Share

અમદાવાદઃ શહેરની સાબરમતી નદી પ્રદુષિત બની રહી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ મ્યુનિનું તંત્ર સફાળુ જાગ્યુ છે. અને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં ચેકિંગ કરીને ગેરકાયદે ડ્રેનેજના કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. અને પ્રદૂષણ કરતા 258 એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં સાબરમતી નદી પ્રદૂષિત કરવા માટે કેમિકલ માફિયા જવાબદાર છે. ત્યારે આવા એકમો સામે લાલ આંખ કરતા અનેક વાર હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને જીપીસીબીને આદેશ કર્યા હતા. તેમ છતાં કુંભ નિદ્રામા રહેલા તંત્રના પેટનું પાણી પણ નહોતું હલ્યું, ત્યારે આખરે હાઇકોર્ટ દ્વારા તંત્ર સામે આકરું વલણ અપનાવતા આખરે નિંદ્રામાં રહેલા અધિકારીઓએ એસી ચેમ્બર છોડી રાત્રી દરમિયાન ચેકીંગ હાથ ધર્યુ છે. મ્યુનિના દાવા મુજબ 250થી પણ વધુ એકમ સીલ કરાયા છે. સાબરમતી નદીમાં થતાં પ્રદુષણને રોકવા બાબતે ઈન્ડસ્ટ્રીઅલ એકમોના એફલયુએન્ટને મ્યુનિની ડ્રેનેજ લાઇનમાં આવતા રોકવા આદેશ કરાયો છે. આ અંગે બનાવેલ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ ડ્રેનેજ કનેકશનો ચેક કરવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા કરાયેલા સરક્યુલર મુજબની અમલવારી અંતર્ગત નદીના પુર્વ વિસ્તારના મધ્ય, પૂર્વ, દક્ષિણ તથા ઉત્તર ઝોનમાં ડે.મ્યુનિ. કમિશનર દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઝોનલ તથા વોર્ડ લેવલની ટાસ્ક ટીમો બનાવી છે. સંબંધિત ઝોનમાં આવતા ઇન્ડસ્ટ્રીઅલ એકમોના ડ્રેનેજ કનેક્શનની ચકાસણી સંદર્ભે ડે.મ્યુનિ.કમિશનર સાથે સંકલનમાં રહી ઈન્ડસ્ટ્રીઅલ એકમોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ચેકિંગ અંતર્ગત ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડના કન્સેન્ટ ન ધરાવતા, ગેરકાયદેસર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇનમાં એફલયુએન્ટ ડીસ્પોઝ કરતા એકમો વિરૂધ્ધ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કાર્યવાહી દૈનિક ધોરણે કરવામાં આવે છે. જે અંતર્ગત તા. 08/07/2024 થી તા.26/07/2024 સુધીમાં કુલ 2241 ઇન્ડસ્ટ્રીયલ યુનિટોનું ચેકિંગ કરવામાં આવેલ છે તથા તે અંતર્ગત 168 ગેરકાયદેસર ડ્રેનેજ લાઈન કનેક્શન કપવામાં આવ્યા છે તથા વિવિધ વેલીડ લાયસન્સ/ પરમિશન વગરના (જેમકે ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ, હેલ્થ લાયસન્સ, સી.સી.એ. પરમિશન, બી.યુ. પરમિશન વગેરે) કુલ 258 મિલકતો સીલ કરવામાં આવી છે તથા સદર 258 સીલ કરેલી મિલકતોમાંથી 66 એકમો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વેલીડ કન્સેન્ટ ન ધરાવતા એકમો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code