દિલ્હી – 26/11ના આતંકી હુમલાના દ્રશ્યો આજે પણ આંખો સામે તરી આવે છે આ ભયાનક હુમલાનો આરોપી તહવ્વુર રાણી હાલ અમેરિકામાં છે,જો કે હવે તેને ભારત લાવવામાં થોડો વિલંબ આવી શકે છે.પ્રાપ્ત માહિતી 2 ઓગસ્ટના રોજ, અમેરિકન શહેર કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુનાઇટેડ સ્ટેટ્સના ડિસ્ટ્રિક્ટ જજ ડેલ એસ. ફિશરે રાણાની હેબિયસ કોર્પસ રિટ પિટિશનને ફગાવી દીધી હતી. તેણે આ આદેશ સામે નવમી સર્કિટ કોર્ટમાં અપીલ કરી હતી કે સુનાવણી સુધી તેને ભારતને સોંપવામાં ન આવે.
આ સમગ્ર મામલો છે 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં તેની ભૂમિકા અંગે ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતીને પગલે રાણાની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે.
આ મામલાને લઈને NIAએ કહ્યું કે તે રાણાને ભારત લાવવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા કાર્યવાહી શરૂ કરવા તૈયાર છે. ભારતે 10 જૂન, 2020 ના રોજ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં પ્રત્યાર્પણના દૃષ્ટિકોણથી 62 વર્ષીય રાણાની અસ્થાયી ધરપકડની માંગ કરવામાં આવી હતી.
બિડેન પ્રશાસને રાણાના ભારત પ્રત્યાર્પણને સમર્થન આપ્યું હતું. હકીકતમાં, 2 ઓગસ્ટના રોજ, અમેરિકન શહેર કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુનાઇટેડ સ્ટેટ્સના ડિસ્ટ્રિક્ટ જજ ડેલ એસ. ફિશરે રાણાની હેબિયસ કોર્પસ રિટ પિટિશનને ફગાવી દીધી હતી. તેણે આ આદેશ સામે નવમી સર્કિટ કોર્ટમાં અપીલ કરી હતી કે સુનાવણી સુધી તેને ભારતને સોંપવામાં ન આવે. 18મી ઓગસ્ટે નવો ઓર્ડર આ અંગે જિલ્લા ન્યાયાધીશ ડેલ એસ. ફિશરે 18 ઓગસ્ટના રોજ નવો ઓર્ડર જારી કર્યો હતો.
તેમણે કહ્યું કે રાણાના પ્રત્યાર્પણ પર સ્ટે માંગતી એક્સ-પાર્ટી અરજીને મંજૂરી છે. તેમણે સરકારની ભલામણોને પણ ફગાવી દીધી હતી કે રાણાના પ્રત્યાર્પણ પર કોઈ સ્ટે ન હોવો જોઈએ. ન્યાયાધીશે કહ્યું હતું કે રાણાના પ્રત્યાર્પણ પર નવમી સર્કિટ કોર્ટ સમક્ષની તેની અપીલ પૂર્ણ થવા સુધી રોકી દેવામાં આવી છે.