- યુક્રેનથી ભારતીયોને પરત લાવવા 26 ફ્લાઈટ વધુ મોકલાશે
- અત્યાર સુધી ઘણા ભારતીયો વતન આવી ચૂક્યા છે
દિલ્હી – રશિયા-યુક્રેન યુદ્ધનો આજે સાતમો દિવસ છે, ત્યારે સતત રશિયા યુક્રેન પર હુમલો કરતું જ રહ્યું છે આવી સ્થિતિમાં ભારત પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહી છે.ત્યારે હવે લગભગ ચાર હજાર ભારતીયો હજુ પણ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા હોવાનો અંદાજ છે. જો કે, મોટી સંખ્યામાં લોકો યુક્રેનના પશ્ચિમ ભાગમાં ભાગી જવામાં સફળ થયા છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મંગળવારે મોડી રાત્રે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો હાજર છે. જેમાંથી અત્યાર સુધીમાં 12 હજાર લોકો પરત લવાયા છે. બાકીના આઠ હજારમાંથી 50 ટતા લોકો પશ્ચિમ તરફ આવ્યા છે. બાકીના 50 ટકા હજુ પણ ખારકિવ, સૂમી અને દક્ષિણ ભાગમાં છે, જે સંઘર્ષ ક્ષેત્ર છે. લગભગ તમામ ભારતીયોએ કિવ છોડી દીધું છે.
વિદેશ સચિવે કહ્યું કે આગામી ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને લેવા યુક્રેનના ચાર પડોશી દેશોમાં 26 ફ્લાઇટ્સ ઉડાન ભરશે. એરફોર્સના સી-17 એરક્રાફ્ટ પણ બુધવારે સવારે રવાના થશે.
ઉલ્લેખનીય છે કે ભારતીયોની વાપસી માટેના અભિયાનને સંકલન કરવા માટે ચાર મંત્રીઓ પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે યુક્રેનથી માનવતાવાદી સહાય લઈને આવતી ભારતીય ફ્લાઈટ મંગળવારે પોલેન્ડ માટે રવાના થઈ છે. બીજી ફ્લાઈટ બુધવારે રવાના થશે. તેમાં દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ છે.આ મામલે તેમણે કહ્યું કે છેલ્લા ત્રણથી ચાર દિવસમાં 7 હજાર 700 લોકો પશ્ચિમ સરહદી વિસ્તારમાં પહોંચી ગયા છે. તેમાંથી બે હજાર લોકોને ભારત લાવવામાં આવ્યા છે અને બાકીના સરહદો પર હાજર છે. તેને પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.
આ સાથે જ યુદ્ધ દરમિયાન મૃ્યતુ પામેલા નવીનની પમ વત કરવામાં આવી હતી.શ્રૃગલાએ કહ્યું કે, વડાપ્રધાને મંગળવારે સાંજે ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો. તેમના મૃતદેહને યુનિવર્સિટીના શબઘરમાં રાખવામાં આવ્યો છે. તેને ભારત પરત લાવવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે.