Site icon Revoi.in

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 2,685 નવા કેસ નોંધાયા- સક્રિય દર્દીઓના આંકડો વધીને 16 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોનો આંકડો વધતો જઈ રહ્યો છે, જો કે છેલ્લા ઘમા દિવસોથી કોરોનાના કેસ 2 હજારની ઉપર નોંધાઈ રહ્યા ચે.ત્યારે હવે એક્ટિવ કેસો કે જે 15 હજારને પાર હતા તે વધીને 16 હજારને પાર પહોચ્યા છે.

જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન કુલ 2 હજાર 685 નવા કોરોનાના કેસો સામે આવ્યા છે.આ કેસ નોંધાયા બાદ હવે દેશભરમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 16 હજાર 300 થી ઉપર પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશભરમાં 2 હજાર 710 નવા કોરોના કેસ નોંધાયા હતા. આ સંદર્ભમાં, કોરોનાના નવા કેસોમાં ખૂબ જ નજીવો ઘટાડો થયો છે.છેલ્લા 24 કલાકમાં કુલ 2 હજાર 158  લોકો કોરોનામાંથી સાજા થયા હતા

આ સાથે હવે  દેશમાં કોરોનાનો કુલ રિકવરી રેટ લગભગ 98.75 ટકા પર પહોચ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 24 કલાકના સમયગાળામાં સક્રિય કોરોનાના કેસમાં 494 કેસનો વધારો નોંધાયો છે. મંત્રાલયે કહ્યું કે સક્રિય કેસોમાં કુલ ચેપના 0.04 ટકાનો સમાવેશ થાય છે.