Site icon Revoi.in

વિશ્વની ટોચની 1000 યુનિવર્સિટીમાં 27 ભારતીય સંસ્થાઓનો સમાવેશ

Social Share

નવી દિલ્હીઃ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ થિંક-ટેન્ક અને વિશ્વની સૌથી વધુ કંસ્લટેડ વિશ્વવિદ્યાલય રેકિંગ પોર્ટફોલિયો દ્વારા જાહેર કરાયો છે.  મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) સતત 11મા વર્ષે વિશ્વની ટોચની યુનિવર્સિટી બની છે. ગયા વર્ષની જેમ, ટોપ-100ની યાદીમાં કોઈપણ ભારતીય યુનિવર્સિટીઓ સમાવેશ થયો નથી, અને તે સતત છઠ્ઠા વર્ષે IISc બેંગલુરુ (રેન્ક 155), IIT બોમ્બે (રેન્ક 172) અને IIT દિલ્હી (રેન્ક 174) છે.

ભારતની ત્રણ યુનિવર્સિટીએ ટોપ 200માં સ્થાન મેળવ્યું છે. IIT બોમ્બે ગયા વર્ષના રેન્ક 117 થી આ વર્ષે 172 માં રેન્કમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 અનુસાર, ટોચની 10 ભારતીય યુનિવર્સિટીઓમાં ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) (186), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IITB) (117), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી (IITD) (185), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (IITM) (255), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી કાનપુર (IITK) (277), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખડગપુર (IIT-KGP)(280), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી (IITR)(400), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી (IITG) (395), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઈન્દોર (IIT-ઈન્દોર) (395) અને દિલ્હી યુનિવર્સિટી (DU)નો સમાવેશ થાય છે.

વિશ્વની ટોચની 1000 યુનિવર્સિટીઓમાં માત્ર 27 ભારતીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને સ્થાન મળ્યું છે. વર્ષોથી આ સંખ્યામાં થોડો વધારો થયો છે, 20 ભારતીય સંસ્થાઓ 2022 રેન્કિંગમાં, 21 સંસ્થાઓ 2021 રેન્કિંગમાં, 2020માં 23 સંસ્થા, 2019માં 24 અને 2018માં 20 સંસ્થાઓ હતી. ભારતમાંથી ક્રમાંકિત 41 સંસ્થાઓમાંથી 11 IIT છે. ભારતની ટોચની 10 યુનિવર્સિટીઓમાંથી 8 IIT, એક IISc બેંગ્લોર અને 10માં સ્થાને દિલ્હી યુનિવર્સિટી છે.