1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી ઇજનેરી કોલેજોના 270 અધ્યાપકો વતન નજીક બદલીઓ ક્યારે થશે, તેની રાહ જોઈ રહ્યા છે

સરકારી ઇજનેરી કોલેજોના 270 અધ્યાપકો વતન નજીક બદલીઓ ક્યારે થશે, તેની રાહ જોઈ રહ્યા છે

0
Social Share

અમદાવાદઃ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પોતાના વતમાં કે વતન નજીક નોકરી કરવાનો મોહ હોય છે.  સરકારી નોકરી મેળવ્યા બાદ પણ કર્મચારીઓ પોતાના વતન નજીક બદલી માટેના પ્રયાસો કરતા હોય છે. જો કે સરકારે પણ માનવતાવાદી અભિગમ દાખવીને માગણી મુજબ સરકારી કર્મચારીને પોતાના વતન નજીક પોસ્ટિંગ આપતી હોય છે. એમાંયે ખાસ કરીને પ્રાથમિક શાળાને શિક્ષકો પોતાના વતનમાં જ પોસ્ટીગ મેળવતા હોય છે. આમ બધાને મતનનો મોહ રહેતો હોય છે. ત્યારે સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં 270 જેટલા અધ્યાપકો વતન નજીક બદલીની માદ કર્યા બાદ ટ્રાન્સફર-ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની વિવિધ સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા 270 અધ્યાપકો એક કરતાં વધારે વખત રજૂઆત કરી હોવા છતાં બદલીઓ ન કરાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  અધ્યાપકોએ એવો આક્ષેપ કર્યો છે. કે વગદાર-પ્રભાવશાળી અધ્યાપકોની જ બદલી કરાય છે, જેના કારણે અન્ય અધ્યાપકોને બદલીનો લાભ મળતો નથી. તેમણે ટેકનિકલ શિક્ષણ વિભાગ સમક્ષ અધ્યાપકોની સત્વરે નિયમ અનુસાર બદલી કરી આપવા માટેની માગણી કરી છે. વિવિધ સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરીને 270 અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે. આ 270 અધ્યાપકોએ એક જ સ્થળે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયગાળામાં ફરજ બજાવી છે તેમ છતાં આશરે તેમની એક કોલેજમાંથી પોતાના વતનની નજીકની કોલેજમાં બદલી કરવા માટે રાજ્ય સરકાર અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતો કરાઈ છે.

અધ્યાપકોએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું.  કે, ‘ચાંદખેડાની વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં 79 અધ્યાપકો એવા છે કે જેઓ 6 વર્ષથી 14 વર્ષ થયાં હોવા છતાં તેમની બદલી કરાઈ જ નથી. ઘણાબધા  અધ્યાપકો વગદાર છે. એલડી એન્જિનિયરિંગના 100 અધ્યાપકો 6થી 24 વર્ષ થયાં હોવા છતાં તેમની બદલી કરાઈ નથી. જ્યારે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોના મોટાભાગના અધ્યાપકોએ અમદાવાદ સહિત મહાનગરોમાં બદલી માંગી છે. એટલે બધાને મહાનગરોની સરકારી કોલેજોમાં પોસ્ટિંગ આપવું શક્ય નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code