Site icon Revoi.in

ગુજરાતમાં વર્ષ 2022માં 27837 કિલો ડ્રગ્સ પકડાયું, યુવાનોમાં વધતું જતું ડ્રગ્સનું દૂષણ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે. સાથે જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. વર્ષ 2022માં જ 27837 કિલોગ્રામ કોઈન-અફીણ સહિતનું ડ્રગ્સ પકડાયુ હતુ.. વર્ષ 2020માં ગુજરાતમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) દ્વારા 11725 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. આમ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણગણું ડ્રગ્સ પકડાયુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં વર્ષ 2022માં અફીણ આધારીત સૌથી વધુ 12838 કિગ્રા,  ગાંજા આધારીત 14899 કિગ્રા અને 39.1 કિલોગ્રામ કોકેઈન ઝડપાયું હતું. એક વર્ષમાં અફીણ આધારીત સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું હોય તેમાં રાજસ્થાન 1.46 લાખ કિલોગ્રામ સાથે મોખરે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી ગાંજા આધારીત સૌથી વધુ 10.30 લાખ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યો છે. ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સમાં મોટાભાગન કેસમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હતો. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત પર અબજ 55 કરોડ 31 લાખ થાય છે. આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં  અફિણના અંદાજે 2.36 લાખ પુરુષો અને 1.49 લાખ મહિલાઓ સેવન કરતા હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત 7.91 લાખ પુરુષ દ્વારા ઓપિઓડ્સ અને 6.59 લાખ પુરુષ દ્વારા અન્ય નશીલા પદાર્થનું સેવન કરવામાં આવે છે. પુરુષો અને મહિલાઓમાં ડ્રગ્સના સેવન કરવાનો આ આંક હજુ પણ ઊંચે જાય તેવી ચિંતાજનક સ્થિતિ છે. ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ ત્રણ વર્ષમાં 528ની ધરપકડ થઈ છે. જેમાં વર્ષ 2020માં 117, વર્ષ 2021માં 200 અને વર્ષ 2022માં 211ની ધરપકડ કરાઈ હતી. NDPS એક્ટ હેઠળ વર્ષ 2020માં 1, 2021માં 2 અને 2022માં 3 એમ 18થી ઓછી વયના બાળકોની જ્યારે 2020માં 19, 2021માં 28 અને 2022માં 32 મહિલાની ધરપકડ થઈ હતી. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફરી કરવા બદલ વર્ષ 2020માં 343, વર્ષ 2021માં 497 અને વર્ષ 2022માં 528 એમ કુલ 1350ની ધરપકડ થયેલી છે.