- ગાંધીનગરમાં સેકટર 29માં નવનિર્મિત આવાસ ફાળવાશે,
- વર્ષોથી રાહ જોઈ રહેલા કર્મચારીઓને રાહત થશે,
- વેઈટિંગમાં પણ ઘટાડો થશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી સરકારી ક્વાટર્સ મળે તેની રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગરમાં વર્ષો જુના સરકારી ક્વાટર્સ જર્જરિત બનતા તે ખાલી કરાવવામાં આવ્યા છે. અને સરકારી ક્વાટર્સ મેળવવા માટેનું વેઈટિંગલિસ્ટ ખૂબ લાંબુ છે, ત્યારે સેક્ટર 29 ખાતે નવા બનાવેલા છ ટાઈપના 280 આવાસો કર્મચારીઓને ફાળવવામાં આવશે.
પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે આવાસોની અછત છે ત્યારે સેક્ટર 29 ખાતે બનાવામાં આવેલાં 280 છ ટાઈપના આવાસોની ફાળવણી કરવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને વેઈટીંગમાં પણ ઘટાડો થશે. તાજેતરમાં જ ભયજનક આવાસોમાં રહેતાં મોટાભાગના કર્મચારીઓને તંત્ર દ્વારા આવાસો ખાલી કરાવવમાં આવ્યાં છે. જેના કરાણે વેઈટીંગનો ગ્રાફ વધતો જોવાં મળ્યો છે. છ ટાઈપના આવાસોનું નિર્માણ સેક્ટર 29 ખાતે કરવામાં આવ્યુ છે. જેની મોટા ભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
પાટનગર યોજના વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ભયજનક સરકારી આવાસો જમીન દોસ્ત કરીને નવા આવાસો નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. સેક્ટર 29 માં અગાઉ પણ નવા ફ્લેટ ટાઈપ આવાસોનું નિર્માણ કરીને આવાસની ફાળવણી કરી દેવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં નવા આવાસોની ફાળવણી થશે તેના કારણે વેઈટીંગમાં ઘટાડો નોંધાશે. પાટનગર યોજના વિભાગ માટે ભયજનક આવાસોની સમસ્યા કંઈ અંશે હળવી બનેલી જોવાં મળી છે. પરંતુ નવા આવાસો પૂરતી સંખ્યામાં ન હોવાથી આવાસ ફાળવણીનો પ્રશ્ન તો ઉભો જ છે. તેવામાં નવા 280 આવાસોની ફાળવણી થાય તો થોડાઘણાં અંશે વેઈટિંગલિસ્ટમાં ઘટાડો થશે. અને કર્મચારીઓને રાહત મળશે.
#Gandhinagar #GovernmentHousing #NewHousingAllocation #EmployeeWelfare #HousingRelief #GujaratNews #UrbanDevelopment #EmployeeHousing #HousingShortage #WaitlistReduction #InfrastructureDevelopment #HousingForAll