1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ, રૂપિયા 17.77 કરોડના વધારા સુચવાયા
રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ, રૂપિયા 17.77 કરોડના વધારા સુચવાયા

રાજકોટ મનપાનું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ, રૂપિયા 17.77 કરોડના વધારા સુચવાયા

0
Social Share

રાજકોટઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ RMC કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કર્યું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 17.77 કરોડના કરબોજ સુચવવામાં આવ્યા છે. જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો વધારો, તેમજ વોટર ચાર્જમાં પણ વાર્ષિક 1500થી વધારી 1600 કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ.કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા-વધારા કરીને બજેટ રજુ કરાશે. કમિશનર દ્વારા રજુ કરાયેલી ડ્રાફ્ટ બજેટમાં ફરી આ વર્ષે પણ આજી રિવરફ્રન્ટ માટે જોગવાઇ કરાઇ છે. આજી રિવરફ્રન્ટ માટે જોગવાઈ પ્રથમ વખત 2012-13ના બજેટમાં કરવામાં આવી હતી. 12 વર્ષ થયાં છતાંયે રિવરફ્રન્ટના સપના પુરા થયા નથી. ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને વધુને વધુ સુસજ્જ રાખવા આગામી નાણાંકીય વર્ષમાં પણ જુદા-જુદા વાહનો અને સાધનો ખરીદ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂ.260 લાખના ખર્ચે 4 મીની ફાયર ટેન્ડરની ખરીદી, રૂ. 50 લાખના ખર્ચે આપાતકાલીન સમયે કોમ્યુનીકેશન માટે વાયર લેસ સિસ્ટમની ખરીદી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ડ્રાફ્ટ બજેટમાં શહેરના વોર્ડ નં.7 માં સેન્ટ્રલ ઝોનની કચેરી બિલ્ડીંગમાં કનક રોડ સાઇડ ફાયર સ્ટેશનવાળું જૂનું બિલ્ડીંગ દૂર કરી નવું અદ્યતન સુવિધાવાળુ ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાર્ટર, પાર્કિંગ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વર્ષ 2023-24માં આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે ટેમ્પરરી- ફાયર સ્ટેશન ઢેબર રોડ પર નાગરિક બેંક સામેના પ્લોટમાં શિફ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.6 બેડીપરામાં પણ હયાત ફાયર સ્ટેશન રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે. શહેરમાં નવા ભળેલા વિસ્તારોને ધ્યાને લેતા વોર્ડ નં.11માં કાલાવડ રોડ ઇસ્કોન મંદિર સામે પણ રૂ.500 લાખના ખર્ચે અદ્યતન સુવિધા વાળા ફાયર સ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

RMCના કમિશનરે રજુ કરેલા ડ્રાફ્ટ બજેટમાં રખડતા ઢોર પકડવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ઢોર પકડ પાર્ટીના વાહનોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. સ્ટાફને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે.તેમજ 3 નવી એનિમલ હોસ્ટેલ બનાવવાની જાગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત શહેરમાં મ્યુનિ.ની જુદી જુદી મિલકતની સુરક્ષા અને શહેરનાં મુખ્ય રસ્તાઓ પર વિવિધ સેવાઓનું મોનીટરીંગ થઈ શકે તે હેતુથી શહેરના જુદા જુદા સ્થળો પર 750થી વધારે સી.સી.ટી.વી. કેમેરા અંદાજીત રૂ.25 કરોડના ખર્ચે ઈન્સ્ટોલ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code