Site icon Revoi.in

જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં STની 285 બસો દોડાવાશે, એનલાઈન બુકિંગ કરાવી શકાશે

Social Share

જૂનાગઢઃ શહેરના ભવનાથ તળેટીમાં દરવર્ષે યોજાતા શિવરાત્રીના મેળાને હવે ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળામાં આવતા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે. શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 285થી વધુ બસો જૂનાગઢના મેળા માટે દોડાવવામાં આવશે.  જ્યારે 75 જેટલી મીની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય બસો અમરેલી, ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત આસપાસના શહેરોમાંથી દોડાવવામાં આવશે. શિવરાત્રિના મેળામાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એસટી બસના પ્રવાસીઓની સંખ્યા 40 ટકા વધી શકે છે.

ગુજરાત એસટી નિગમ સૂત્રોએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે, જેમાં કુલ 285 જેટલી એસટી બસો મૂકવામાં આવશે. રાજકોટ અમરેલી, સુરત, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના આસપાસના શહેરોમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવશે. અમદાવાદથી પણ જૂનાગઢ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેના માટે લોકો ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.

જુનાગઢના ભવનાથ તળેટીમાં તારીખ 5 માર્ચ થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભાવિકોને શૌચાલયથી લઈ પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે. લોકોએ પોતાના મોબાઈલમાં QR કોડ સ્કેન કરી મેળાના તમામ રૂટની માહિતી મેળવી શકશે. અને શહેરના બતાવેલા રસ્તાઓ પરથી શિવરાત્રી મેળાના બતાવેલા રૂટ પર જઇ શકશે. શિવરાત્રી મેળામાં આવતા ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા સૌપ્રથમ વાર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રાજકોટ તરફથી આવતા ભાવિકો મજેવડી દરવાજા મેડિકલ કોલેજ તરફથી આવશે. ત્યાં ભરડાવાવ પહોંચતા પહેલાં ત્રણ પાર્કિંગ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. તેમજ કાળવા તરફના રસ્તે જતા ફાયર એમ્બ્યુલન્સ દાતાર રોડ પર બે પાર્કિંગ પોઇન્ટની સુવિધા આપવામાં આવી છે. તેમજ ભવનાથ આશ્રમો, મુખ્ય મંદિર, સુવિધા કેન્દ્રના રસ્તાઓ બતાવવામાં આવે છે.