Site icon Revoi.in

શ્વાન કરડવાથી વર્ષ 2023માં દેશભરમાં 286 લોકોના મોત, સંસદમાં સરકારે આપ્યો જવાબ

Social Share

દેશભરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવા કિસ્સા દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. રખડતા શ્વાનોની સાથે પાળેલા શ્વાન પણ કરડવાના મામલે પાછળ નથી. તાજેતરમાં, દિલ્હી-નોઈડાની સોસાયટીઓમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. અખબારો અને ટીવીમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત ચમકી રહી છે.. તમામ કડકતા છતાં દેશભરમાં શ્વાનના કરડવાની ઘટનાઓ અટકી રહી નથી.

વર્ષ 2023માં શ્વાનના કરડવાના 30.5 લાખ કેસ આવ્યા હતા. અને 286 લોકો મૃત્યુ પામ્યા હતા., આ આંકડો સરકારે મંગળવારે સંસદમાં પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રજૂ કર્યો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે લોકસભામાં જણાવ્યું હતું કે, IDSPમાં પ્રાપ્ત ડેટા અનુસાર, વર્ષ 2023માં શ્વાનના કરડવાના 30,43,339 કેસ નોંધાયા હતા.
ગત વર્ષે શ્વાન કરડવાથી 286 લોકોના મોત થયા હતા.

શ્વાન કરડવાથી 286 લોકોએ જીવ ગુમાવ્યા

વર્ષ 2023માં કૂતરાના કરડવાથી 46,54,398 હડકવા રસી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દેશમાં હડકવાને રોકવા અને નિયંત્રણ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ લાગુ કરી રહ્યું છે. આ યોજના માત્ર આંદામાન-નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં જ લાગુ નથી. હડકવા રસીકરણ કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે.

મંત્રી લાલન સિંહે સંસદમાં જણાવ્યું હતું કે, ઘણી સ્થાનિક સંસ્થાઓ પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમો અને હડકવા રસીકરણનો અમલ કરી રહી છે. આ માટે કેન્દ્ર સરકારે પશુ જન્મ નિયંત્રણ નિયમો બનાવ્યા છે. પશુઓના રોગોને કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આર્થિક મદદ પણ કરી રહી છે. રાજ્ય સરકારો પણ આ નાણાંનો ઉપયોગ હડકવા રસીકરણ માટે કરી શકે છે.