Site icon Revoi.in

સુરતમાં RTOની ભારત સિરીઝ (BH) માટે 3 વર્ષમાં 289 લોકોએ કાર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

Social Share

સુરતઃ ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કેન્દ્રના અને ખનગી કંપનીઓના બદલીપાત્ર કર્મચારીઓ માટેના વાહનો માટે આરટીઓની ભારત સિરીઝ (BH) રિલિઝ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર મેળવનારા કર્મચારીઓ તેમના નવા વાહનોની ખરીદી પર ટેક્સ રિફંડ અને અન્ય મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે ભારત સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી ભારત સિરિઝ લેવાનો વાહન માલિકોમાં ક્રેઝ વધી રહ્યો છે. ખાનગી અને સરકારી કર્મચારીઓ પોતાના વાહનોમાં હવે BH (ભારત સિરિઝ) નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત આરટીઓમાં  આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં શહેરમાં કુલ 85 નવા ફોર વ્હીલર ભારત સીરીઝમાં નોંધાયા છે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં સુરત આરટીઓમાંથી કુલ 289 લોકોને આ ભારત સિરિઝ ફાળવાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આરટીઓની ભારત સિરીઝનો સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેન્દ્રિય કર્મચારીઓ પણ  પોતાની કાર માટે ભારત સિરીઝ પસંદ કરી રહ્યા છે. ભારત શ્રેણી નંબર ખાનગી અથવા સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના ખાનગી વાહનો માટે જ BHમાં નોંધાયેલા છે. અલગ અલગ રાજ્યોમાં ઓફિસ ધરાવતા અને ટ્રાન્સફર મેળવનારા લોકો માટે ભારત સિરિઝ સૌથી વધી પ્રિય બન્યો છે. આ સિરિઝમાં અન્ય રાજ્યમાં પોલીસની હેરાનગતિ અથવા તો આરટીઓના નીતિ નિયમોથી અનેક પ્રકારની રાહત મળે છે.

​​​​​​​સુરત આરટીઓના કહેવા મુજબ આ સિરિઝમાં કોઈપણ કંપની અથવા સંસ્થાની પરિવહન કેટેગરીના વાહન અથવા કોમર્શિયલ વાહન BSમાં નોંધણી કરી શકશે નહીં, આ ફક્ત ખાનગી માલિકીના વાહનો માટે જ લાગુ છે. આ સાથે BS શ્રેણીના વાહનને કોઈપણ રાજ્યમાં લઈ જઈ શકાય છે અને તે વન નેશન વન ટેક્સ હેઠળ હશે. આ માટે અન્ય રાજ્યમાં અલગ ટેસ્ટ ભરવાની જરૂર નથી. આ BH સિરિઝનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાય ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓના કર્મચારીઓ પણ ઉઠાવી શકે છે. ખાનગી સેક્ટરની કંપનીઓના ઓફિસ 4થી વધુ રાજ્યોમાં હોય તેઓ લાભ લઈ શકે છે.