Site icon Revoi.in

આજે વહેલી સવારે કચ્છની ઘરા ઘ્રુજી – ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ

Social Share

અમદાવાદઃ- આજે દેશમાં વહેલી સવારે દેશના રાજ્ય મણીપૂરમાં ભકંપના આચંકા આવ્યા ત્યારે ગુજરાતના કચ્છમાં પણ વહેલી સવારે અંદાજે 5 વાગ્યેની 30 મિનિટ આચંકાઓ અનુભવાયા હતા,જો કે સામાન્ય આચંકાઓ હોવાથી કોઈ નુકશાન થવા પામ્યું નથી

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 નોંધાઈ હતી આટલી તીવ્રતામાં જાણે ઘરતી થોડી ઘ્રુજી હોય તેવો અનુભવ લોકોએ અનુભવ્યો હતો.

કચ્છમાં વહેલી સવારે આવેલા ભૂંકપનું કેન્દ્ર બિંદુ દુધઇથી 20 કિલોમીટર દૂર નોંધાવામાં આવ્યું છે રઅંદાજે  5 વાગ્યેને 43 મિનિટે આ આચંકાઓ અનુભવાયા હતા.ઉલ્લેખનીય છે કે ગુજરાતનું કચ્છ ભૂકંપને લઈને જાણીતો વિસ્તાર છે ભૂતકાળમાં અહીં અનેક વખત  આવા આચંકાઓ આવી ચૂક્યા છે આ સાથે જ એક વખત મોટા ભૂંકપની ઘટના પણ બની ચૂકી છે.ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત ભરના ઘણા વિલ્તારોમાં આવા સામાન્ય ભૂકંપના આચંકાો નોઁધાઈ રહ્યા છે.