અરુણાચલ પ્રદેશના પાંગિનમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- અરૂણાચલમાં ભૂકંપના આંચકા
- 3.1 ની તીવ્રતાનો ભૂકંપ
- કોઈ જાનહાનીની જાણકારી નહી
ગુવાહાટી: ભારતના પૂર્વ વિભાગમાં આવેલા રાજ્ય આસામના પાંગિનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની આંચકાની તીવ્રતા 3.1ની હતી અને તે મોડી રાતે અનુભવાયો હતો.
ભૂકંપનાં આંચકામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાની કે માલહાનીની જાણકારી સામે આવી નથી, પણ છેલ્લા કેટલાક મહિનાથી આ પ્રકારની ઘટના બનવાના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ બનેલો રહે છે.
વાત કરવામાં આવે ભૂકંપ આવવા પાછળના કારણો વિશે તો આ બાબતે જાણકારોનું કેહવું છે કે જમીનની અંદરના ભાગમાં આવેલી પ્લેટોમાં સતત હલનચલનની પ્રક્રિયા થતી રહેતી હોય છે અને તેના કારણે ભૂકંપની ઘટનાઓ બનતી હોય છે.
અરૂણાચલ પ્રદેશની સાથે સાથે મણીપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે મણીપુરમાં પણ લોકોમાં ભયનો માહોલ છે.
જે વિસ્તારોમાં કે રાજ્યોમાં ભૂકંપ અને આંચકાની ઘટના સતત બનતી રહેતી હોય તો તેનાથી બચવા માટે લોકોએ કેટલાક પ્રકારના પગલા ભરવા જોઈએ, જેમ કે જ્યારે પણ અનુભવ થાય ત્યારે મજબૂત ટેબલની નીચે બેસી જવુ જોઈએ. જ્યાં સુધી સુરક્ષિત ન લાગે ત્યાં સુધી હલન ચલન કરવુ નહી.