1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ફ્લાવર શો 3.11 લાખ લોકોએ નિહાળ્યો, AMCને 7 દિવસમાં 1.80 લાખની આવક
અમદાવાદમાં ફ્લાવર શો 3.11 લાખ લોકોએ નિહાળ્યો, AMCને 7 દિવસમાં 1.80 લાખની આવક

અમદાવાદમાં ફ્લાવર શો 3.11 લાખ લોકોએ નિહાળ્યો, AMCને 7 દિવસમાં 1.80 લાખની આવક

0
Social Share

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર એએમસી દ્વારા ગત તા.31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં દેશ-વિદેશના રંગબેરંગી ફુલો સહિત અનેક આકર્ષણો ઊભા કરાયા છે. રોજબરોજ મોટી સંખ્યામાં શહેરીજનો ફ્લાવર શોની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 3.11 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેથી મ્યુનિ.કોર્પોરેશનને ટિકિટની 1.80 લાખની આવક થઈ છે.

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફ્લાવર શોના એક અઠવાડિયામાં જ 3.11 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી હતી. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફ્રી પ્રવેશ છે. એટલે બાળકો સહિત 4 લાખથી વધુ લોકો સાત દિવસમાં ફ્લાવર શો નિહાળી ચૂક્યા છે. સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.80 કરોડની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી.

મ્યુનિ,ના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ઉપર યોજાયેલા ફ્લાવર શોમાં લોકોનો ઘસારો જોતા મ્યુનિ. દ્વારા રાત્રે 10 વાગ્યાની જગ્યાએ 11 વાગ્યા સુધી ફ્લાવર શો ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેના કારણે રોજના 35 હજારથી વધુ લોકો આવી રહ્યા છે. 12 વર્ષથી નીચેના બાળકો સાથે મફત પ્રવેશ હોવાથી જો તેની ગણતરી કરવામાં આવે તો રોજના 45 હજારથી વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ફ્લાવર શો જોવા માટે ઉલટી પડતા હોય છે જેના પગલે ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે રાખવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં 10 અને એલિસબ્રિજ નીચે 10 જેટલી ટિકિટ બારી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટના પૂર્વ છેડા તરફ પણ પાંચ જેટલી ટિકિટબારી રાખવામાં આવી છે. જોકે પૂર્વ તરફથી જે લોકો આવશે તેઓએ અટલબ્રિજની ટિકિટ લઈને પણ ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવો પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code