Site icon Revoi.in

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ ગ્રાહકોમાં 3.3 લાખનો ઘટાડો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વર્કફોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનને કારણે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો વધ્યો છે. દરમિયાન રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં ગત એપ્રિલથી જૂન મહિનાના સમયગાળામાં લગભગ 3.3 લાખ જેટલા ટેલિકોમ સબ્સ્ક્રાઈબર્સનો ઘટાડો થયો છે.

સુત્રોના જણાયા અનુસાર એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં 2.79 કરોડથી ઘટીને 2.76 કરોડ થયાનું ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એક રિપોર્ટમાં સામે આવ્યું છે.  ટેલિકોમ ઓપરેટર્સે જણાવ્યું હતું કે, એપ્રિલ અને મેમાં કોવિડ 19 કેસના બીજા લહેરને કારણે લાદવામાં આવેલા કોવિડ 19 પ્રતિબંધોને કારણે ઘણા કનેક્શન્સ એક્સપાયર થઈ ગયા છે અને રિન્યૂ કરી શકાયા નથી.સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યામાં ઘટાડામાં એવા સિમ કાર્ડનો સમાવેશ થાય છે કે જે વણવપરાયેલા રહી ગયા હતા અથવા રિન્યૂ ન થયા હતા અને તેમના કનેક્શન્સ ડિસ્કનેક્ટ થઈ ગયા હતા, એમ ટેલિકોમ સેક્ટરના સૂત્રએ જણાવ્યું હતું.

લોકોએ તેમના ખર્ચ ઘટાડવા માટે એક અથવા વધુ મોબાઈલ ફોનના સીમ કાર્ડ બંધ કરાવ્યાં છે. એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેર આવી હતી. આ બીજા રહેલમાં અનેક લોકોએ મોબાઈલ ફોનના સીમકાર્ડ વાપરવાનું બંધ કર્યું છે. ટ્રાઈના અહેવાલ અનુસાર આ વલણ સમગ્ર દેશમાં સમાન હતું. ગ્રામીણ ટેલિફોન ગ્રાહકો માર્ચ 2021ના અંતે 53.74 કરોડથી ઘટીને જૂન 2021ના અંતે 53.64 કરોડ થઈ ગયા છે. આ સમયગાળામાં ગ્રામીણ ટેલિફોન ઘનતા પણ 60.27 ટકા થી ઘટીને 60.10 ટકા થઈ છે.