રાજકોટના ગોંડલ પાસે ભૂકંપના આચંકા અનુભવાયાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ
- ગોંડલમાં ભૂકંપના આચંકા અનુભવાયા
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4
અમદાવાદઃ- દેશના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના આંચકા આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતના રાજકોટ શહેર પાસે આવેલા ગોંડલ ગામે ભકંપના આચંકા અનુભવાયા હોવાની માહિતી પ્રાપ્ત થી રહી છે.
આ બાબતે મળતી વિગત પ્રમાણે આજરોજ બુધવારે વહેલી સવારે ગુજરાતના રાજકોટ નજીક આવેલા ગોંડલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂકંપની માહિતી મળતા જ લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. તેઓ પોતાના જીવ બચાવવા ઘરોમાંથી બહારનીકળી આવ્યા હતા.
જો કે આ આચંકાઓ સામાન્ય હોવાથી કોઈ પણ પ્રકારના નુકશાનની માહિતી સામે આવી નથી, કોઈ પણ જાનમાલને નુકશાન ન થયું હોવાના અહેાલ મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભૂકંપની દૃષ્ટિએ ઘણા વિસ્તારો સંવેદનશીલ શ્રેણીમાં આવે છે. જેમાં સૌથી ખતરનાક સિસ્મિક ઝોન 5 છે, જ્યાં આઠથી નવની તીવ્રતાના ભૂકંપની સંભાવનાઓ રહેતી હોય છે. ગુજરાત સિસ્મિક ઝોન 3માં સમાવેશ પામે છે, જે મધ્યમ જોખમી શ્રેણીમાં આવે છે. આમાં ભૂકંપની તીવ્રતા સાત કે તેથી ઓછી છે.
આજ શ્રેણીમાં ગુજરાત ઉપરાંત, કેરળ, ગોવા, લક્ષદ્વીપ, યુપીના બાકીના ભાગો અને પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.