જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ
- જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકશાન નહીં
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે 12.09 વાગ્યે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ નુકસાન થયું નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.