Site icon Revoi.in

સરંક્ષણ બજેટમાં 3.4 ટકાનો વધારો, ડીપ ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

Social Share

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ રજુ કરતા નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, અમે નવી ડીપ-ટેક ટેકનોલોજી લઈને આવીશું. આત્મનિર્ભરતાને આગળ વધારીશું. ડીપ ટેક ટેકનોલોજી એટલે કે બાયોટેક, ક્વાંટમ કોમ્પ્યુટીંગ, એઆઈ, રોબોટિક્સ, એડવાન્સ મટેરિયલ, ગ્રીન એનર્જી, એડવાંસ્ડ કોમ્પ્યુટીંગ અને એરોસ્પેજ જેવા ઉદ્યોગનો સમાવેશ થાય છે. એટલે કે રક્ષા સેક્ટરમાં હવે ખાનગી કંપનીઓને વધારે મોકો મળશે, કારણ કે તમામ ટેકનોલોજી દેશની ખાનગી કંપનીઓ પાસે છે. 2023-24માં રક્ષા બજેટ 6.02 લાખ કરોડ રૂપિયા હતું. જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ 13 ટકા વધારે હતી. આ વખતે આ આંકડો વધીને 6.20 લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે, 3.4 ટકાનો વધારો થયો છે.

ભારતની પાસે કુલ 2210 એરક્રાફ્ટ છે, 4614 ટેક્સ અને નૌસેના પાસે 295 જહાજો ફ્લીટ છે. આ વખતે ફોક્સ ડિજીટલ આધુનિક અને સ્વદેશીકરણ પર છે. જે વધારો થયો છે તે સેનાને લઈને કરવામાં આવેલા ડિલ્સ, રિસોર્સ એલોકેશન અને આધુનિકીકરણને ધ્યાનમાં રાખને કરવામાં આવ્યો છે. રક્ષા બજેટમાં ગત વર્ષની સરખામણીએ 3.4 ટકા વધારો થયો છે કેમ કે પગાર પણ વધારવાની સાથે પેન્શન વધારવામાં આવશે. રણનીતિ માટે સેનાને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. રિસર્ચ અને ડેવલોપમેન્ટમાં પૈસા લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત દેશી અને વિદેશી રક્ષા ઉદ્યોગ સાથે નવા કરાર કરાશે.