- જમ્મુ કાશ્મીરના કટરામાં યબૂકંપના આંચકાટ
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6
શ્રીનગરઃ દેશની જન્નત ગણાતા કેન્દ્ર સાશિત પ્રદેશ એવા જમ્મુ કાશ્મીરમાં ભુકંપના આંચકાથી ઘરતી ઘ્રુજી ઉઠી હતી, છેલ્લા કેટલાક સમયથી દેશના જૂદા જૂદા સ્થળોએ ભુકંપના આંચકાઓ આવવાની અવાર નવાર ઘટના બનતીજોવા મળે છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજ રોજ 19 ઓગસ્ટની વહેલી સવારે અંદાજે 5 વાગ્યેને 8 મિનિટ પર આ ભુકંપના આચંકાઓ લોકોએ અનુભવ્યા હતા, મીડિયા એહેવાલ મુજબ આ ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધાઈ છે.
આજે વહેલી સવારે જ્યારે લોકો ઘરમાં સુતા હતા ત્યા ભુકંપના આચંકા આવતા અનેક લોકો ઘરની ડરીને બહાર દોડી આવ્યા હતા, ભુકંપ બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જો કે આ આંચકા સામ્નય હતા જેથી કોી નુકશાન કે જાનહાનિ થવાના સમાચાર નથી.