- ધારીથી 16 કિમી દુર જીરા અને ડાભાળી વચ્ચે 2 કિમીની ઉંડાઇ પર કેન્દ્રબિંદુ,
- ગ્રામજનો કહે છે, ભેદી અવાજ બાદ ધરા ધ્રૂજી,
- સદભાગ્યે કોઈ નુકસાની કે જાનહાની નહીં
અમરેલીઃ જિલ્લામાં ભૂકંપનો આચકો આવતા ધારી સહિતના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગઈકાલે સાંજના 5:18 વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 3.7ની તિવ્રતાનો ભૂકંપ આવતા ભેદી અવાજ સાથે ધરતી ધ્રુજવા લાગી હતી. ભૂકંપને લીધે લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે સાંજના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ છે. સાંજના 5:18 વાગે ભુકંપનો આંચકો અનુભવાયો છે. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં લોકોએ ભુકંપનો આંચકો અનુભવ્યો હતો. અમરેલીથી 41 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપથી હાલ કોઈ જાનહાનિ થઈ નથી.
અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 3.7ની તિવ્રતા ધરાવતો આંચકો આવતા જ ભેદી અવાજ સાથે ધરતી ધૃજી હતી. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 41 કિમી દૂર નોંધાયું હતુ. દરમિયાન ખાંભા તાલુકાના તાતણીયા ગામે ભૂકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર ભાગ્યા હતા. તાતણીયા ગામે હીરાના કારખાનામાં કામ કરી રહેલા કામદારો બહાર ભાગવા લાગ્યા હતા. જેનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ભૂકંપનો આંચકો આવ્યા બાદ હીરાના કારખાનામાં ભાગદોડ મચી ગઈ હતી. બીજી તરફ અમરેલી કલેકટર અજય દહિયાએ જણાવ્યું હતું કે, હાલ કોઈ નુકસાની કે જાનહાનિની માહિતી મળી નથી.