- જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી
- રિક્ટર સ્કેલ પર તીવર્તા 3.7 નોંધાઈ
શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય થતી જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં વિતેલા દિવસ શુક્રવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તરિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. રાત્રે 12.37 કલાકે આ ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી છે, જો કે આવેલા ભૂકંપની ઊંડાઈ પાંચ કિલોમીટર નીચે હતી. કોઈ નુકશાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત નથી.
જમ્મુ-કાશ્મીરમાં મોટા ભાગે ભૂકંપના આંચકા ઉંડાણ વાળા વિસ્તારમાં નથી આવી રહ્યા. આ સ્થિતિ વધુ નુકસાનકારક છે. જો આ ઓછી ઊંડાઈમાં વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો તે ભારે વિનાશ સર્જી શકે છે.
હિમાલય પર્વતમાળાના નિર્માણના સમયથી, તેની રચના એવી છે કે સમગ્ર વિસ્તારમાં ફિલ્ડ ફાડ જોવા મળે છે. જમ્મુ અને કાશ્મીર ટેકટોનિક પ્લેટ પર ટકે છે, જ્યાં ભારે દબાણ હોય ત્યારે આ ભૂકંપ આવે છે. જો પાકિસ્તાનથી ઉત્તરાખંડમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની અસર જમ્મુ-કાશ્મીર પર પડતી જોવા ણળી શકે છે.