Site icon Revoi.in

કોઈમ્બતુર એરપોર્ટ ઉપર UAEથી આવેલા મુસાફર પાસેથી 3.8 કરોડનું સોનુ પકડાયું

Social Share

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે શારજાહથી કોઈમ્બતુર આવી રહેલી ફ્લાઈટમાંથી કરોડોની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 11 મુસાફરોને કોઈમ્બતુર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા અને તેમાંથી એક પાસેથી 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂ. 3.8 કરોડની કિંમતનું 6.62 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કોઈમ્બતુર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શારજાહથી કોઈમ્બતુર એરપોર્ટ ઉપર ફ્લાઈટ આવી હતી. ફ્લાઈટમાં અર્જુનન નામની 43 વર્ષનો મુસાફર પણ નીચે ઉતર્યો હતો. તેની હિલચાલ શંકાસ્પદ ચાલતા તેને અટકાવીને તપાસ કરવામાં આવતા ડીઆરઆઈને તેની પાસેથી કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું હતું. મૂળ કલ્લાકુરિચીના અર્જુનનની ડીઆરઆઈએ ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. તેની તપાસમાં આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીની સંડોવણીની ખુલાસા થવાની શકયતા છે. સમગ્ર પ્રકરણની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ ચેન્નાઈ એરપોર્ટ ઉપરથી સિંગાપોરથી ફ્લાઈટમાં આવેલા બે મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. બંને પ્રવાસીઓની સોનાની દાણચોરી કરતા ઝડપાયાં હતા. તેમની પાસેથી 3.32 કરોડની કિંમતનું 6.8 કિલો સોનું મળી આવ્યું હતું. સોનાની કિંમતમાં વધારો થતા દાણચોરીના બનાવો પણ વધવા લાગ્યાં છે. સોનાની દાણચોરી માટે તસ્કરો નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. બીજી તરફ કસ્ટમ અને ડીઆરઆઈ સહિતની એજન્સીઓએ દાણચોરીને અટકાવવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. તાજેતરમાં જ કોચી એરપોર્ટ ઉપરથી ફ્લાઈટના ક્રુ મેમ્બરને સોનાના જથ્થા ઝડપી લેવામાં આવ્યો હતો.