દિલ્હીમાં લવજેહાદની ઘટના, મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતી સાથે કર્યા લગ્ન
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ આવો કાયદો બનાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન દિલ્હીના રોહિણી વિસ્તારમાં લવજેહાદની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યાં હતા. જો કે. મુસ્લિમ પતિની હકીકત સામે આવતા તેણે પરિણીતાને માર મારવાનો શરૂ કર્યો હતો. અંતે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે પીડિતની ફરિયાદના આધારે પતિ અને તેના પરિવારજનો સામે ગુનો નોંધીને 3 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની હિન્દુ યુવતી પાંચ વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે એક યુવાનના પરિચયમાં આવી હતી. આ યુવાનો હિન્દુ તરીકે ઓળખ આપીને યુવતી સાથે મિત્રતા કરી હતી. ત્યાર બાદ યુવાનો હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી અને 14મી ઓગસ્ટના રોજ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ પણ યુવાન પત્નીને ઘરે લઈ ગયો ન હતો. પીડિતા જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવાનના ઘરે પહોંચી ત્યારે પરિણીતાને ખબર પડી કે તેનો પતિ હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ છે અને તેનું અસલ નામ અખ્તર છે. ત્યાર બાદ અખ્તર, તેના ભાઈ અફજલ, અરશદ અને પિતા મહંમદ ઈદરીશે પીડિતાને માર માર્યો હતો.
લવજેહાદની ઘટનાનો ભેગ બની હોવાનું માલુમ પડતા પીડિતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને 3 આરોપીઓને ઝડપી લીધા હતા.