- અફઘાનના કાબૂલમાં બ્લાસ્ટની ઘટના
- 5 લોકોના મોતના સમચાર
- કેટલાક લોકો થયા ઘાયલ
દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજઘાની કાબૂલમાં ફરી ધમાકેદાર બ્લાસ્ટની ઘટના સામે આવી છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે અહી એક પછી એક 3 જોરદાર ધમાકા થયા હતા આ ઘટનામાં અત્યાર સુધી 5 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે તો ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
આ ઘટના પશ્ચિમી કાબુલની છે. પહેલો બ્લાસ્ટ મુમતાઝ સ્કૂલમાં થયો હતો.આ ઘટના દેખીતી રીતે બની હતી જ્યારે વિદ્યાર્થીઓ તેમના વર્ગમાંથી બહાર નીકળી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. બીજો બ્લાસ્ટ વિસ્ફોટ અબ્દુરહીમ શાહિદ હાઈસ્કૂલ પાસે થયો હતો. આ હુમલાની જવાબદારી કોણે લીઘી તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત પ્કરાપ્ત થી નથી
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટનું કારણ હોય છે, ઘટનાના મામલે ટોલોન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ગૃહ મંત્રાલયે વિસ્ફોટની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વિગતો પછીથી શેર કરવામાં આવશે.
જાણકારી પ્રમાણે ઘટના સ્થળના પાડોશના ઘણા રહેવાસીઓ શિયા હજારા સમુદાયના છે, જે એક વંશીય અને ધાર્મિક લઘુમતી છે જેને વારંવાર ઇસ્લામિક સ્ટેટ સહિતના સુન્ની આતંકવાદી જૂથો દ્વારા નિશાન બનાવવામાં આવે છે.
ઘટનાને મામલે કાબુલના કમાન્ડરના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે, “ત્રણ વિસ્ફોટ થયા છે… એક હાઈસ્કૂલમાં બ્લાસ્ટ થયો છે, અમારા શિયા લોકોને કેટલીક જાનહાનિ થઈ છે.”
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની વાયુસેનાએ શનિવારે હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાની વાયુસેનાના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલામાં 47 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સુરક્ષા દળોએ દક્ષિણપૂર્વીય ખોસ્ત પ્રાંતના સ્પેરાઈ જિલ્લામાં અને પૂર્વ કુનાર પ્રાંતના શલતાન જિલ્લામાં વઝિરિસ્તાન શરણાર્થીઓ પર હવાઈ હુમલા કર્યા હતા.ત્યારે ફરી આ હુમલાની ઘટના પાકિસ્તાન ચરફ આગંળી ચીંધી રહી છે.