વિશ્વના સૌથી પ્રદુષિત 10 શહેરોમાં ભારતના 3 શહેરોનો સમાવેશ- દિલ્હી પ્રથમ સ્થાને, કોલકાતા અને મુંબઈ પણ આ યાદીમાં સામેલ
- વિશ્વના પ્રદુષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરો
- સૌથી પ્રદુષિત 10 શહેરોમાં દિલ્હીનો સમાવેશ
દિલ્હીઃ- દેશની રાજધાનીમાં પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે હવે દિલ્હી શહેર એવા 10 ટોપ શહેરોમાં સામેલ થયું છે કે જે વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરો છે, છેલ્લા કેટલાક વર્ષોમાં વાયુ પ્રદૂષણ એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. તેનું મુખ્ય કારણપરાળી બાળવી , ફટાકડા, ઉદ્યોગો અને ઝડપથી વધી રહેલા વાહનોની સંખ્યા હોવાનું કહેવાય છે. દિલ્હી-એનસીઆરમાં હવા એટલી ખરાબ છે કે અહીં શ્વાસ લેવાનું પણ જોખમી બની ગયું છે.
વિશ્વના હવા ગુણવત્તા સૂચકાંક પર નજર રાખતી સંસ્થા IQ Airના ડેટા પ્રમાણે શુક્રવારે દેશના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હીને પ્રથમ સ્થાને મૂકવામાં આવ્યું છે. બીજા ક્રમે પાકિસ્તાનના લાહોરનો સમાવેશ થાય છે. એ જ રીતે બલ્ગેરિયાનું સોફિયા ત્રીજા અને ભારતનું કોલકાતા શહેર ચોથા સ્થાને જોવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર,વિતેલા દિવસને શુક્રવારે વિશ્વના ટોચના દસ શહેરોમાં દિલ્હી પ્રથમ ક્રમે હતું,
જાણો ટોપ ટેન પ્રદુષિત શહેરોનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ
- દિલ્હી – એક્યૂઆઈ 556
- લાહોર- એક્યૂઆઈ 354
- 3સોફિયા,બલ્ગેરિયા- એક્યૂઆઈ 178
- કોલકાતા,ભારત- એક્યૂઆઈ 177
- ઝાગ્રેબ,ક્રોએશિયા -એક્યૂઆઈ 173
- મુંબઈ ,ભારત એક્યૂઆઈ 169
- બેલગ્રેડ,સર્બિયા-એક્યૂઆઈ 165
- તેંગદૂ,ચીન- એક્યૂઆઈ 165
- સ્કોપ્ઝે,ઉત્તર મૈસેડોનિયા -એક્યૂઆઈ 164
- કાક્રો ,પોલેન્ડ- એક્યૂઆઈ 160