Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકતા 3ના મોત, 28 મુસાફરો ઘાયલ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ખંડવા-બરોડા સ્ટેટ હાઈવે પર પૂરઝડપે પસાર થતી બસના ચાલકે ચાંદપુર નદી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલ ઉપરથી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 28 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બસ નદીમાં ખાબકતા મુસાફરોની મરણચીસોથી વાતવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકો અને તંત્રએ બચાવ કામગીરી હાથ ધરીને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં હતા. બસના ચાલકને ઝોકુ આવી જતા આ દુર્ઘટના સર્જીઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુર રોડ ઉપર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ખંડવા-બરોડા સ્ટેટ હાઈવે પર એક પેસેન્જર બસ નદીમાં ખાબકી હતી  જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 28ને ઈજા થઈ હતી. બસ ગુજરાતના ભુજથી બરવાની જઈ રહી હતી, જ્યારે ચાંદપુર શહેરના લાખોદરા નદીમાં પડી હતી. આ બનાવની જાણ થતા કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમજ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી.છે.

અકસ્માતની આ ઘટના બાદ બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. આજે વહેલી સવારે છોટા ઉદેપુરથી અલીરાજપુર જઈ રહેલી બસના ચાલકે ઝોકુ આવી ગયું હતું. જેથી તેણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ચાંદપુરના પુલ પરથી નીચે નદીમાં ખાબકી હોવાનું જાણવા મળે છે.  વહીવટીતંત્રે નજીકના રહેવાસીઓની મદદથી તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરીને 39 લોકોને બચાવ્યા અને તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા. બસમાં લગભગ 42 મુસાફરો હતા, જેમાંથી 28 લોકો ઘાયલ થયા અને 3 લોકોના મોત થયા.