- મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
- 3 નો મોત,40થી વધુ ઘાયલ
મથુરાઃ- દેશના હાઈવે પર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે એવી સ્થિતિમાં મંગળવારે રાત્રે યમુના એક્સપ્રેસ વે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસમ વૃંદાવનથી દિલ્હી પરત ફરી રહી હતી તે દરમિયાન બસને મોટો અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા.આ સાથે જ બસમાં સવાર 40 લોકો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભક્તોથી ભરેલી બસ એક્સપ્રેસ વે પર આગળ જઈ રહેલી ઓવરલોડ બૅલેસ્ટ ભરેલી ટ્રક સાથે ઘડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 40 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. માહિતી બાદ પહોંચેલા નૌઝીલ પોલીસ અને એક્સપ્રેસ વેના કર્મચારીઓ ઘાયલોને સીએચસી નૌઝીલ લઈ ગયા. ત્યાંથી, છથી વધુ લોકોને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે રાત્રે લગભગ 10.45 વાગ્યે એક્સપ્રેસ વે પર એક ટ્રક ધીમી ગતિએ જઈ રહી હતી. દરમિયાન, વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર, પ્રેમ મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત લીધા પછી, ભક્તોની બસ બજના કટથી યમુના એક્સપ્રેસ વે પર પસાર થી રહી હતી. બસમાં સવાર તમામ લોકો દિલ્હીના શાહદરા વિસ્તારના રહેવાસી હોવાનું જણાવાય રહ્યું છે. યમુના એક્સપ્રેસ વે પર તીર્થયાત્રીઓની બસ આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.અને દૂર્ઘટના સર્જાય હતી