Site icon Revoi.in

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા 3નાં મોત,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આજે શુક્રવારે સવારે પોણા સાત વાગ્યાની આસપાસ ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માત સર્જાતા અમદાવાદ તરફ ચાર કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.  અનેક લોકો પોતાના વાહનોમાં જ ફસાયા હતા. બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા કામગીરી હાથ ધરી હતી.

વડોદરા અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો હતો. સવારે ટ્રેલર અને આઇસર ટેમ્પો વચ્ચેની ટક્કરમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. અકસ્માતના પગલે એકસપ્રેસ હાઇવે પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે નોકરી અને કામ અર્થે જનારા લોકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં હજી પણ વહેલી સવારે ધુમ્મસ છવાયેલું રહે છે. જેને કારણે ઝીરો વિઝિબિલીટી રહે છે. આવામાં વાહનો ચલાવવામાં તકલીફ પડે છે. ત્યારે મળસ્કે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર ધુમ્મસને કારણે બે વાહનો અથડાયા હતા. વહેરાખાડી- આંકલાવડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર પાછળ ટેમ્પો ઘૂસી ગયો હતો. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને લઈ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ, અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. વડોદરાથી અનેક લોકો અમદાવાદ અને ગાંધીનગર નોકરી અને ધંધાના કામ અર્થે જતા હોય છે, ત્યારે વહેલી સવારે જવા નીકળેલા લોકો  ટ્રાફિકમાં અટવાયા હતા.