Site icon Revoi.in

બનાસકાંઠાના વડગામમાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 સભ્યોના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને આ સિઝનમાં શોર્ટસરકીટના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન બનાસકાંઠાના નાવિસણા ગામમાં વીજ કરંટ લાગતા માતા-પિતા અને પુત્રનું મોત થયું હતું. લોખંડના તાર ઉપર કપડા સુકવતી મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે પતિ અને પુત્ર પણ ગયા હતા. જેથી તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર વડગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન નાવિસણા ખાતે થાંભલા સાથે બાંધેલા લોખંડના તાર ઉપર એક મહિલા કપડા સુકવી રહી હતી. તે સમયે લોખંડના તારમાંથી વીજ પ્રવાહ પસાર થતો હોવાથી મહિલાના વીજ કરંટ લાગ્યો હતો. જેથી મહિલાએ મદદ માટે બુમાબુમ કરી હતી. જેના પરિણામે ઘરમાંથી તેમના પતિ અને પુત્ર દોડી ગયા હતા. તેમજ મહિલાને બચાવવાના પ્રયાસ કર્યાં હતા. પરંતુ બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે એકત્ર થઈ ગયેલા લોકોએ ભારે જહેમત બાદ તેમને વીજ કરંટથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ તમામને વડગામ સીએસસીમાં સારવાર અર્થે મોકલી આપ્યાં હતા. અહીં સારવાર દરમિયાન ત્રણેય વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે.

વડગામ તાલુકાના નાવિસણા ગામમાં વીજ કરંટથી એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત થતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.