Site icon Revoi.in

બનાસકાંઠામાં ખાણ-ખનીજના અધિકારીની જીપમાં GPS લગાવી જાસુસી કરનારા 3 શખસો પકડાયા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં માથાભારે ગણાતા ખનીજ માફિયા તંત્રને પણ ગાંઠતા નથી. ખનીજ વિભાગ દ્વારા જે તે વિસ્તારોમાં સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. આખી કેટલાક ખનીજ માફિયાએ ફનીજ વિભાગની સરકારી જીપમાં ચોરી છૂપીથી જીપીએસ લગાવી દીધુ હતું હતું. જેથી ખાણ વિભાગના અધિકારીઓ ક્યા વિસ્તારમાં ચેકિંગ માટે જાય છે. તેની માહિતી મળી જતી હતી. આ બાબતની જાણ થતાં ખનીજ અધિકારીએ 16 ડિસેમ્બરના પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ મામલાની તપાસ એલસીબીને સોંપાયા બાદ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જે ત્રણેયને પાલનપુર કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વોટ્સએપ ગ્રુપ દ્વારા જાસૂસી અને જીપીએસ પ્રકરણમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુરમાં ખાણ ખનીજ વિભાગની સરકારી જીપમાંથી જીપીએસ મળ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી. પણ પાલનપુર પશ્ચિમ પોલીસની ઢીલી નીતિ અને ઠોસ કાર્યવાહી ન કરતા સમગ્ર તપાસ પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.  જીપીએસને ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં લગાવી તેમની ઉપર જાસૂસી તો કરાતી હતી આ ઉપરાંત વોટ્સઅપ  ગ્રુપ દ્વારા પણ તેમના લોકેશન શેર કરવામાં આવતા હતા અને તેમની હાજરી અંગે સતત અવગત કરાવવામાં આવતું હતું. જે અંગેની ઓડિયો ક્લિપ અને સ્ક્રીનશોટ વાયરલ થયા હોવા છતાં પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા આ દિશામાં ઢીલાસ રાખી હતી દરમિયાન સમગ્ર મામલો જિલ્લા ખનીજ ચોરીના મોટા સ્કેન્ડલનો હોઇ સમગ્ર મામલાની મૂળ સુધી પહોંચવા પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને જિલ્લા પોલીસ વડા દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.

એલસીબી પીએસઆઇ એમ.કે. ઝાલાને જવાબદારી સોપતા પી એસ આઈ અને તેમની ટિમ દ્વારા ત્રણ જેટલા ઇસમોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી હતી જે બાદ એલસીબી દ્વારા ત્રણેય ઈસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા ત્રણેય ઈસમોને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. પાલનપુર પશ્ચિમ પોલીસને આ ઢિલાસના કારણે આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા હતા.