અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર વધુ 3 મેટલ ડિટેક્ટર અને એક્સ-રે બેગેજ મશીન વધારાયાં
અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય તેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ધસારો વધી રહ્યો છે.સાથે ફ્લાઈટની મુમેન્ટ પણ વધી રહી છે. ત્યારે વધુ ત્રણ મેટલ ડિટેક્ટર અને એક એક્સ-રે બેગેજ મશીન મુકવામાં આવ્યું છે. એરપોર્ટ પર મેટલ ડિટેક્ટર સાથેના 11 ગેટ હતા.અને કુલ 6 એક્સરે બેગેજ મશીન રાખવામાં આવ્યા હતા.પરંતુ પ્રવાસીઓનો ધસારો વધતો જતા પ્રવાસીઓને બેગેજ ચેક કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા વધુ ત્રણ મેટલ ડિટેક્ટર મશીન મુકવામાં આવ્યા છે.અને વધુ એક એક્સરે.મશીન મુકવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પ્રવાસીઓ ચેર્કિંગ માટેની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વધુ 3 મેટલ ડિટેક્ટર મશીન સિક્યોરીટી હોલ્ડ એરિયામાં લગાવવામાં આવ્યા છે. ઉપરાંત કુલ 14 મેટલ ડિટેક્ટર રાખવામાં આવ્યા છે.જેના કારણે પ્રવાસીઓ નો ધસારો વધે તો પણ પ્રવાસીઓની સુરક્ષા માટે સરળતાથી ચેકીંગ થઈ શકશે એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા વધુ ત્રણ મેટલ ડિટેક્ટર મશીન સાથે વધુ એક એક્સરે બેગેજ મશીન લગાવવામાં આવ્યા છે. એટલે હવે કુલ 7 એક્સરે બેગેજ મશીન સેવામાં કાર્યરત થતાં હવે પ્રવાસીઓને એક જ જગ્યાએ વધુ સમય લાઈનમાં ઉભા રહેવું નહિ પડે.
અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે સાથે આગામી 10મી જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમીટ યોજવવા જઈ રહી છે.જેના કારણે વાઇબ્રન્ટ સમીટના પાર્ટનર દેશોના પ્રતિનિધિ તેમજ ઉદ્યોગપતિ સહિતના અનેક મહાનુભાવો આવશે. .ત્યારે પ્રવાસીઓ અને વીઆઇપી લોકોની સુરક્ષા ખામી ન આવે તેની વિશેષ તૈયારીઓ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવી રહી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા અને ચર્કિંગને લઈ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.સમીટની તૈયારીઓ શરૂ થતાં જ મેટલ ડિટેક્ટર ગેટ વધારી દેવામાં આવ્યા છે.જેના કારણે પ્રવાસીઓ પાસે શંકાસ્પદ કોઈ વસ્તુઓ હોય તો ડિટેક્ટર થઈ જશે.