ફેસબુક મેસેંજરમાં સામેલ થયા 3 નવા ફીચર્સ, ઝડપી રીપ્લાયની સાથે હવે કરી શકશો પેમેન્ટ
- ફેસબુક મેસેંજરમાં સામેલ થયા 3 નવા ફીચર્સ
- યુઝર્સને મળશે વધુ સુવિધા
- ઝડપી રીપ્લાયની સાથે હવે કરી શકશો પેમેન્ટ
સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે તેના મેસેંજરમાં 3 નવા ફીચર્સને સામેલ કર્યા છે. આ ફીચર્સમાં ક્યૂઆર કોડની સાથે પેમેન્ટ, ક્વિક રીપ્લાય બાર અને નવા ચેટ થીમ્સને સામેલ કર્યા છે. આ નવા ફિચર્સ આવ્યા પછી યુઝરને ફેસબુક મેસેંજર પર વધુ સુવિધાઓ મળશે. આ સિવાય હાલની વાર્ષિક ડેવલપર મીટિંગમાં ફેસબુકએ જણાવ્યું હતું કે, કંપની ટૂંક સમયમાં ફેસબુક વીડિયો કોલ્સમાં એઆર બેસ્ડ ફિલ્ટર્સનો સમાવેશ કરશે. આ નવી સુવિધા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં આપવામાં આવશે.
ક્યુઆર કોડ અને પેમેન્ટ લીંક
અમેરિકામાં ફેસબુક મેસેંજરથી પેમેન્ટ મોકલવાની સુવિધા પહેલેથી જ ચાલુ કરી દેવામાં આવી છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર તેમના મેસેંજરથી ક્યૂઆર કોડ સ્કેન કરીને અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ માટે, યુઝર્સને ફેસબુક અથવા કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં, અથવા પેમેન્ટ કરતી વખતે કોઈ કોન્ટેક્ટને એડ કરવાનું રહેશે નહિ. તેનો ઉપયોગ કરવા માટે યુઝરે પોતાનો ક્યૂઆર કોડ બીજા વ્યક્તિને ફેસબુક પે ઇન મેસેંજર સેટિંગ્સ દ્વારા મોકલવો પડશે, જ્યાંથી પૈસા મોકલી શકાય છે અથવા લઈ શકાય છે.
ક્વિક રીપ્લાય બાર
મેસેંજરના આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર ઝડપથી તેમની ચેટ્સમાં મોકલેલા ફોટા અથવા વિડીયોનો જવાબ આપી શકે છે. આ માટે યુઝર્સએ ફોટા અથવા વિડીયો પર ટેપ કરવું પડશે જ્યાં ક્વિક રિસ્પોન્સ વિન્ડો ખુલશે.
નવી ચેટ થીમ
ફેસબુકે મેસેંજર અને ઇન્સ્ટાગ્રામ પર નવા ચેટ થીમ્સ સામેલ કર્યા છે. આ નવા થીમ્સમાં OLIVIA’S ન્યૂ આલ્બમ, સાવર, વર્લ્ડ ઓસિયન ડેઝ અને એફ 9 ચેટ થીમ સામેલ છે. આ થીમ્સનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાએ ચેટ સેટિંગ્સ પર જવું પડશે અને ઇચ્છિત થીમ પર ટેપ કરવું પડશે.